For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટો

અપેક્ષા મુજબ દક્ષિણ પશ્ચિમ મોનસુને ભારતના કેરળ પર દસ્તક દઈ દીધી છે. મોનસુનના કારણે સોમવારે સવારે રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

અપેક્ષા મુજબ દક્ષિણ પશ્ચિમ મોનસુને ભારતના કેરળ પર દસ્તક દઈ દીધી છે. મોનસુનના કારણે સોમવારે સવારે રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે મોનસૂનને જોતા દક્ષિણ ભારતના કુલ નવ જિલ્લા માટે યલો એલર્ટ જારી કરી છે. આ નવ જિલ્લાઓમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઈડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર શામેલ છે. આ જિલ્લાઓમાં આજે દિવસભર વરસાદ થવાના અણસાર છે.

કેરળ કિનારે ટકરાયુ ચોમાસુ

કેરળ કિનારે ટકરાયુ ચોમાસુ

મોનસુનની અસર રાજ્યની આસપાસના રાજ્યોમાં દેખાશે. માટે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ આજે વરસાદ સંભવ છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે મોનસુન માટે આજે અપડેટ કર્યુ છે પરંતુ હવામાનની ભવિષ્યવાણી કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટે શનિવારે જ કહ્યુ હતુ કે મોનસુને કેરળમાં દસ્તક દઈ દીધી છે.

નવ જિલ્લાઓમાં યલો એલર્ટ

દક્ષિણ ભારત ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં કાલથી વરસાદ થવાથી લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્લી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રવિવારે હળવાથી મધ્ય વરસાદ થયો જેનાથી ક્ષેત્રમાં લૂથી એક અઠવાડિયાની રાહત મળવાના અણસાર છે. દિલ્લીમાં આખી રાત વરસાદ અને દિવસમાં પણ વરસાદ થવાથી મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે.

દિલ્લીમાં હવામાનમાં પલટો, ગરમીથી રાહત

દિલ્લીમાં હવામાનમાં પલટો, ગરમીથી રાહત

આઈએમડીએ પોતાના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યુ છે કે સોનીપત,ગોહાના, ગન્નોર, બાગપત, બડૌત, મોદીનગર, મેરઠ, ફતેહાબાદ, આદમપુર, નરવાના, કેથલ, કુરુક્ષેત્ર, કરનાલ, પાનીપત, શામલી, હિસાર, હાંસી, મેહમ, ભિવાની, જીંદ, લોહારુ, સાદુલપુર, પિલાની, સોહના, હોડલ, પલવલ, માનેસર, ગુરુ્ગ્રામ, ફરીદાબાદ, બહાદૂરગઢ અને ઝજ્જર અને દક્ષિણ-પશ્ચિમના અમુક સ્થલોએ ભારે વરસાદની સંભાવના છે. વળી, આજે મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભીત, બદાંયુ, સંભલ, અમરોહા, બુલંદશહર, અલીગઢ, એટા, કાસગંજ, ફરુખાબાદ, શાહજહાંપુર, લખીમપુર ખીરી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.

આગલા 10 દિવસ સુધી તેલંગાનામાં થઈ શકે છે વરસાદ

આગલા 10 દિવસ સુધી તેલંગાનામાં થઈ શકે છે વરસાદ

એટલુ જ નહિ રવિવારે તેલંગાનાના વિવિધ ભાગો સહિત હૈદરાબાદમાં ઝમાઝમ વરસાદ થયો, વરસાદ થતા જ પારો ગગડીને 31 ડિગ્રી પહોંચી ગયો. ભીષણ ગરમીમાં વરસાદથી લોકોને રાહતનો અહેસાસ કરાવ્યો. તમને જણાવી દઈએ કે આગામી 10 દિવસ સુધી તેલંગાનાનો પારો 35-36 ડિગ્રીની આસપાસ હશે. આ પહેલા હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં જણાવ્યુ કે આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં આગલા એક બે દિવસમાં અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ શકે છે. આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી શકે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 8,392 નવા કેસ, કુલ કેસ 1 લાખ 90 હજારને પારદેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 8,392 નવા કેસ, કુલ કેસ 1 લાખ 90 હજારને પાર

English summary
IMD has issued a yellow alert for nine districts of Kerala today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X