For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-એનસીઆર સહિત આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

દિલ્હી-એનસીઆર સહિત આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરના લોકોને આજે ગરમીથી રાહત આપતા સમાચાર છે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા એક અઠવાડિયાથી સખત ગરમી પડી રહી છે. પરંતુ હવે હવામાન વિભાગ સાથે જોડાયેલ એક સારા સમાચાર મળ્યા છે. હવામાનની ભવિષ્યવાણી કરતી એજન્સી સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે દલિ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યોમાં આજે વરસાદની સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં શનિવારે હળવો વરસાદ અને રવિવારે તેજ વરસાદ થવાનું અનુમાન જતાવવામાં આવ્યું છે.

આ સાત રાજ્યોમાં થઈ શકે વરસાદ

આ સાત રાજ્યોમાં થઈ શકે વરસાદ

સ્કાઈમેટ વેધર મુજબ દિલ્હી-એનસીઆર સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે દલ્હી-એનસીઆરમાં ગત રવિવારે તેજ વરસાદ થયો હતો. જો કે છતાં હવામાને કરવટ બદલી અને દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમીનો માર ઝેલવો પડ્યો. શુક્રવારે પણ ભારે ગરમી રહી. સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે શનિવારે બપોરે દિલ્હી-એનસીઆરનું હવામાન બદલી શકે છે અને હળવો વરસાદ થઈ શકે છે. જે બાદ રવિવારે દિલ્હી-એનસીઆરમાં તેજ વરસાદના અણસાર છે.

આ રાજ્યોમાં વરસાદની આશંકા

આ રાજ્યોમાં વરસાદની આશંકા

સ્કાઈમેટ વેધર મુજબ ઉત્તર-પશ્ચિમી ભારતમાં મૉનસૂન એકવાર ફરી સક્રિય થતું જોવા મળી રહ્યું છે. યૂપીના મુરાદાબાદ, બરેલી, બહરાઈચ, મુઝફ્ફરનગર અને મેરઠમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ 7 રાજ્યો સિવાય સ્કાઈમેટ વેધરે આગામી 24 કલાક દરમિયાન ઓરિસ્સા, વિદર્ભના કેટલાક વિસ્તારો, તેલંગાણા, મધ્ય પ્રદેશ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ગુજરાત, તટીય કર્ણાટક અને કોંકણ તથા ગોવાના કેટલાક ભાગમાં મૉનસૂન સક્રિય રહેવાનું અનુમાન જતાવ્યું છે. સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે હાલ છત્તીસગઢ ઉપર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલ છે. જે સિવાય મૉનસૂનની અક્ષીય રેખા રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી વધી રહી છે. આ બંને સિસ્ટમ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કરી શકે છે.

પૂર્વી રાજ્યોમાં વરસાદમાં ઘટાડો આવશે

પૂર્વી રાજ્યોમાં વરસાદમાં ઘટાડો આવશે

સ્કાઈમેટ વેધરનું એમ પણ કહેવું છે કે હવે દેશના પૂર્વી રાજ્યોમાં વરસાદમાં કમી આવશે, પરંતુ ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે બીજી તરફ બિહારની રાજધાની પટના અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ લોકોએ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે અહીં હાલ હવામાન આવી રીતે જ બની રહેશે. હિમાચલ પ્રદેશમાં જો કે વરસાદ સતત બનેલ છે. હવામાન વિભાગ મુજબ આગામી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે.

પાકિસ્તાન ગરીબ દેશ અને ઈમરાન ખાનથી મોટો કોઈ મૂર્ખ નહિઃ તારીક ફતેહનું મોટુ નિવેદનપાકિસ્તાન ગરીબ દેશ અને ઈમરાન ખાનથી મોટો કોઈ મૂર્ખ નહિઃ તારીક ફતેહનું મોટુ નિવેદન

English summary
IMD's rain alert in 7 states including Delhi-NCR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X