ઠંડીનો કહેર યથાવત, હિમવર્ષાથી ઠાર વધ્યો, આજે અહીં થઈ શકે છે વરસાદ
એક વાર ફરીથી ઉત્તર ભારતમાં ઠંડીએ લોકોને હેરાન કરી દીધા છે. છેલ્લા અમુક દિવસોથી ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં તડકો નીકળવાથી લોકોને રાહત મળી હતી પરંતુ બુધવારે અચાનક હવામાન બદલાયુ અને દેશના ઘણા ભાગોમાં કાલે વરસાદ અને કરા પડ્યા જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની દિલ્લીમાં બુધવારે મોડી રાત સુધી વરસાદ થયો. વળી, ઉત્તરાખંડ અને હિમાચલમાં કાલથી હિમવર્ષા થઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બુધવારે થયો વરસાદ
દિલ્લી-એનસીઆરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બુધવારે વરસાદ થયો. ત્યારબાદ હવે એક વાર ફરીથી ઠંડી વધી ગઈ છે. ગુરુવારે સવારથી ઠંડી હવા આવી રહી છે. આના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગુરુવારે સવારે પણ ઠંડી યથાવત છે. દિલ્લીનુ તાપમાન આજે સવારે લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામા આવ્યુ છે. વળી, યુપીના ઘણા જિલ્લાઓમાં કાલે વરસાદ અને કરા પણ પડ્યા. આના કારણે એક ફરીથી યુપીમાં શીત લહેરનો પ્રકોપ વધી ગયો છે.

વરસાદનુ પૂર્વાનુમાન
બિહારમાં પણ શીત લહેર ચાલુ છે જેને જોતા પટનાની સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ વરસાદનુ પૂર્વાનુમાન છે. આઈએમડીના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં ભારે વરસાદ, હિમવર્ષા અને કરા પડવાની સંભાવના છે. જ્યારે દિલ્લી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાઓએ વિજળી સાથે અમુક જગ્યાએ કરા પડી શકે છે જેનાથી ફરીથી હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પાછી આવી શકે છે.

10 જાન્યુઆરી સુધી થશે વરસાદ
જો કે આ પહેલા હવામાન વિભાગના વિજ્ઞાની કુલદીપ શ્રીવાસ્તવે પણ કહ્યુ હતુ કે ઉત્તર ભારતમાં આવનારા દિવસોમાં વરસાદ થવાની સંભાવના છે કારણકે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા થશે. એટલુ જ નહિ 10 જાન્યુઆરી સુધી મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવનારા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તર ભાગમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ કે હિમવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે. વળી, આજે પૂર્વોત્તર રાજ્યોમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
Doda in Jammu and Kashmir receives snowfall pic.twitter.com/mBp740VVgP
— ANI (@ANI) 9 January 2020
આ પણ વાંચોઃ OMG: અમદાવાદમાં અત્યાર સુધીનુ ભારે ચાલાન કપાયુ, લાગ્યો 27.68 લાખનો દંડ