For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ફરીથી થઈ શકે છે આફતનો વરસાદ, આ રાજ્યોમાં પણ વરસશે મેઘ

તમિલનાડુમાં જ્યાં વરસાદે એક વાર ફરીથી કહેર વરસાવ્યો છે ત્યાં બીજી તરફ મુંબઈમાં એક વાર ફરીથી વરસાદ આફત બની શકે છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં જ્યાં વરસાદે એક વાર ફરીથી કહેર વરસાવ્યો છે ત્યાં બીજી તરફ મુંબઈમાં એક વાર ફરીથી વરસાદ આફત બની શકે છે. હવામાનનુ પૂર્વાનુમાન કરતી ખાનગી સંસ્થા સ્કાઈમેટના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં એક ઓછા દબાણનુ ક્ષેત્ર બની રહ્યુ છે, જે 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી મુંબઈ સહિત ગોવા અને રાજ્યના બીજા તટીય વિસ્તારોમાં વરસાદ કરાવી શકે છે. વળી, બીજી તરફ કેરળ અને દક્ષિણ કર્ણાટક અને લક્ષદ્વીપ ક્ષેત્રના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

મુંબઈમાં એક વાર ફરીથી થઈ શકે છે આફતનો વરસાદ

મુંબઈમાં એક વાર ફરીથી થઈ શકે છે આફતનો વરસાદ

જ્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને કાલે દક્ષિણ ભારતમાં એક વાર ફરીથી વરસાદ થશે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાના, દક્ષિણી મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના તટીય માર્ગો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવશે અને હવામાન ઠંડુ રહેશે. આ દરમિયાન લોકોને ઠંડી હવાઓનો પણ અનુભવ થશે.

હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર

હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર

અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં અમુક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર છે. દેશના બાકીના ભાગોમાં હવામાન સૂકુ રહેશે. મધ્ય અને પૂર્વી ભાગો પાસે ઉત્તર પશ્ચિમી મેદાની વિસ્તારોમાં રાતના તાપમાનમાં વધુ ઘટાડો આવવાની આશા છે. વળી, દિલ્લી પ્રદૂષણ આગામી 24 કલાક સુધી બહુ વધુ નહિ વધે.

આ પણ વાંચોઃ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, ફેસબુક પોસ્ટમાં કહી આ વાતઆ પણ વાંચોઃ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, ફેસબુક પોસ્ટમાં કહી આ વાત

15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

આઈએમડીના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ઉત્તર દિશાથી ઠંડી હવા દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં દસ્તક દઈ શકે છે. આના કારણે 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આના કારણે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાના અણસાર છે. હળવો વરસાદ થવાની અપેક્ષા છે. વળી, સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગામી અમુક કલાકોમાં આજે આંધ્ર પ્રદેશ, ઉત્તરી તેલંગાના, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણી કોંકણ-ગોવામાં અમુક સ્થળોપર હળવો વરસાદ થઈ શકે છે. વળી, દક્ષિણી ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, જમ્મુ કાશ્મીર અને ઉત્તરી હિમાચલ પ્રદેશના અમુક સ્થળો પર હળવો વરસાદ થવાના અણસાર છે.

English summary
IMD: Very Heavy Rain expected in Mumbai, Tamil Nadu, Karnataka and Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X