Alert: આ રાજ્યોમાં વરસાદ ખાબકશે, સાથે જ વધશે ઠંડી
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનો તાંડવ સતત ચાલુ છે, હવામાન વિભાગ મુજબ 6 કે 7 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ ફરી એકવાર બગડશે, વેસ્ટર્ન ડિસ્ટરબેન્સના કારણે પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે, જેનાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે જ્યારે આજે દક્ષિણી ઓરિસ્સા, દક્ષિણી છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વી મધ્ય પ્રદેશના ભાગો પર વાદળ છવાયેલા રહેશે અને અટકી અટકીને હળવો વરસાદ થઈ શકે છે.

અહીં વાદળો વરસી શકે
જ્યારે સ્કાઈમેટ મુજબ પંજાબ, હરિયાણા અને દિલ્હીના એક બે સ્થળોમાં 5 અથવા 6 ફેબ્રુઆરી સુધી શીત લહેરની સ્થિતિ બની શકે છે જ્યારે 5 અને 6 ફેબ્રુઆરીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવા વરસાદનું અનુમાન છે અને 6 અને 8 ફેબ્રુઆરી દરમિયાન ઓરિસ્સામાં વરસાદની ગતિવિધિઓ વધશે. એક અથવા બે સ્પેલ તીવ્ર વરસાદના છે. જે બાદ હવામાનની ગતિવિધિઓ ઘટવા લાગશે અને 9 ફેબ્રુઆરી સુધી હવામાન સાફ થઈ જશે.

દેશની કેટલીય જગ્યાઓએ તાપમાન ગગડશે
વરસાદના કારણે દેશની કેટલીય જગ્યાઓએ તાપમાન ગગડશે અને લોકોએ શીત લહેર અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં આજે સવારે કેટલીય જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયેલો રહ્યો, જેનાથી લોકોને આવવા જવામાં ભારે સમસ્યા થઈ છે.

આગામી 24 કલાક દરમિયાન મોસમનો હાલ આવો રહેશે
હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક દરમિયાન હિમાચલ, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી ભાગોમાં એક બે સ્થળો પર હળવો વરસાદ કે હિમપાત ચાલુ રહેવાની સંભાવના છે જ્યારે આજે રાજસ્થાન, પંજાબ, એમપી, યૂપીના કેટલાય શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની ઉમ્મીદ છે, એટલું જ નહિ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં કેટલીય જગ્યાઓએ જ્યારે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં અમુક સ્થળોએ આજે અને કાળે હળવાથી ગાઢ ધુમ્મસ છવાય શકે છે.