For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આશંકા, શાળા-કોલેજો બંધ, એલર્ટ

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આશંકા છે જેના કારણે રાજ્યમાં હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આશંકા છે જેના કારણે રાજ્યમાં હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. સુરક્ષા કારણોસર આજે પ્રશાસને રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા 24 કલાકમાં દેહાદૂન, હરિદ્વાર, ટેહરી, પૌડી, ચમોલી અને નૈનીતાલમાં ભારે વરસાદ થઈ શકે છે.

આજે ભારે વરસાદની આશંકા

આજે ભારે વરસાદની આશંકા

વળી, બીજી તરફ ઉત્તરાખંડના મોટાભાગોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે જ્યારે સમગ્ર પ્રદેશમાં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.

ચમોલીમાં વાદળ ફાટ્યુ

ચમોલીમાં વાદળ ફાટ્યુ

વળી, ચમોલીમાં રવિવારે વાદળ ફાટવાથી ઘણુ આર્થિક નુકશાન થયુ છે. આ ઘટના સોનાલીમાં બની છે જેમાં બે લોકો ઘાયલ પણ થયા છે. વળી, કુમાઉ રીજનમાં નૈનીતાલ, પિથોરાગઢ જેવા વિસ્તારમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે.

ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત

ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત

તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસોથી પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. રાજ્યમાં ઘણી જગ્યાઓએ ભૂસ્ખલન પણ થયુ છે જેના કારણે ઘણા સ્થળોએ અવરજવારમાં મુશ્કેલી થઈ રહી છે. રાજધાની દેહરાદૂન સહિત ઘણા શહેરોમાં પાણી ભરાવાના અને ઘરોમાં પણ પાણી ભરાઈ જવાના સમાચાર છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે જાનવરો પણ પાણીમાં વહી ગયા છે.

હાઈ એલર્ટ પ્રશાસન સતર્ક

હાઈ એલર્ટ પ્રશાસન સતર્ક

પ્રશાસન પણ હવામાન વિભાગના હાઈ એલર્ટ બાદ સતર્ક થઈ ગયુ છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે કહ્યુ છે. વરસાદના એલર્ટ અને કાંવડ મેળાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. એનડીઆરએફ અન એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ પર રહેવા જણાવાયુ છે.

English summary
IMD Warns of Heavy Rainfall in Dehradun, Haridwar, Pauri, Chamoli and 4 more districts of uttarakhand.schools in several districts to remain closed .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X