For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની મહત્વની વાતો

લૉકડાઉનના અંતિમ દિવસે પ્રધાનમં6ી નરેન્દ્ર મોદીએ આજે ચોથી વાર કોરોના વાયરસ વિશે દેશની જનતાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના અંતિમ દિવસે પ્રધાનમં6ી નરેન્દ્ર મોદીએ આજે ચોથી વાર કોરોના વાયરસ વિશે દેશની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 3 મે સુધી લૉકડાઉન લંબાવવાની ઘોષણા કરી દીધી. સાથે કોરોના સામે ચાલી રહેલી આ લડાઈમાં યુવા વૈજ્ઞાનિકોનો સાથ માંગ્યો છે. પીએમ મોદીએ લૉકડાઉન દરમિયાન હૉટસ્પૉટવાળા વિસ્તારોમાં વધુ કડકાઈ વર્તવા તરફ ઈશારો કર્યો છે.

pm
  • કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે માટે પ્રધાનમંત્રી મોદીએ લૉકડાઉન 3 મે સુધી લંબાવ્યુ છે.
  • જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે હૉટસ્પૉટમાં નહિ હોય અને જેમના હૉટસ્પૉટમાં બદલવાની આશંકા ઓછી હશે ત્યાં 20 એપ્રિલ સુધી અમુક જરૂરી ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવી શકે છે.
  • આરોગ્ય મંત્રાલયે આવતીકાલે નવી ગાઈડલાઈન જારી કરશે જેમાં ખેડૂતો અને મજૂરોનુ પૂરેપૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
  • અત્યારે રવિ પાકની કાપણીનુ કામ ચાલુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પ્રયાસ કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય.
  • પીએમ મોદીના જણાવ્યા મુજબ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચા પર પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છે. જ્યાં જાન્યુઆરીમાં આપણી પાસે કોરોનાની તપાસ માટે માત્ર એક લેબ હતી. વળી હવે 220થી પણ વધુ લેબ્ઝમાં ટેસ્ટિંગ થઈ રહ્યુ છે.
  • પીએમ મોદીએ કહ્યુ કે ભારતમાં આજે આપણે એક લાખથી વધુ બેડ્ઝની વ્યવસ્થા કરી ચૂક્યા છે. એટલુ જ નહિ, 600થી પણ વધુ એવી હોસ્પિટલો છે જે માત્ર કોવિડના ઈલાજ માટે કામ કરી રહી છે. આ સુવિધાઓ વધુ ઝડપથી વધારવામાં આવી રહી છે.
  • પીએમ મોદીએ જણાવ્યુ કે આજે ભારત પાસે ભલે સીમિત સંશાધનો હોય પરંતુ મારો ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે આગળ આવો, કોરોનાની વેક્સીન બનાવવાનુ બીડુ ઉઠાવો.
  • પીએમ મોદીએ કહ્યુ કે આપણે ધૈર્ય જાળવી રાખીશુ, નિયમોનુ પાલન કરીશુ તો કોરોના જેવી મહામારીને પણ પરાસ્ત કરી શકીશુ. આ વિશ્વાસ સાથે અંતમાં, આજે 7 વાતોમાં તમારો સાથ માંગી રહ્યો છુ.
  • પહેલી વાત - વૃદ્ધોનુ વિશેષ ધ્યાન રાખો. કોરોનાથી તેમને બચાવીને રાખવાના છે.
  • બીજી વાત - લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટંસીંગની લક્ષ્મણ રેખાનુ પાલન કરો, ઘરમાં બનેલા માસ્કનું અનિવાર્યપણે ઉપયોગ કરો.
  • ત્રીજી વાત - ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયના નિયમોનુ પાલન કરો.
  • ચોથી વાત - કોરોના સંક્રમણને ફેલાતો રોકવામાં મદદ માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો અને બીજાને પણ પ્રેરિત કરો.
  • પાંચમી વાત - જેટલુ બની શકે, એટલુ ગરીબ પરિવારની દેખરેખ કરેો, તેમની ભોજનની જરૂરિયાતો પૂરી કરો.
  • છઠ્ઠી વાત - પોતાના વ્યવસાય, ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી ના કાઢો.
  • સાતમી વાત - કોરોના યોદ્ધાઓ જેવા કે ડૉક્ટરો, પોલિસકર્મીઓ, નર્સ વગેરેનુ સમ્માન કરો, આદરપૂર્વક તેમનુ ગૌરવ કરો.

આ પણ વાંચોઃ લૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશેઆ પણ વાંચોઃ લૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશે

English summary
Importan points of pm modi announcements on lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X