10 લાખ રૂપિયા આપવાની ના પાડી તો રેપ કેસમાં ફસાવ્યો

Posted By:
Subscribe to Oneindia News

યુપીના ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવી નાખે તેવો રેપ કેસ સામે આવ્યો છે. એક મહિલાએ સમાજવાદી પાર્ટીના કાઉન્સેલર નેતા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર શફીપુર થી સમાજવાદી પાર્ટીના પાર્ષદ ઇમરાન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધી લીધો છે.

rape

આ મામલે સમાજવાદી પાર્ટીના કાઉન્સેલર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના પર લાગેલા બધા જ આરોપ ખોટા છે. આ એક રાજનૈતિક ષડયંત્ર છે. મહિલા મારા પર બળાત્કારનો આરોપ લગાવી રહી છે કે કારણકે મેં તેને પૈસા આપવાથી ઇન્કાર કર્યો હતો. તે કેસ પાછો લેવા માટે 10 લાખ રૂપિયાની માંગ કરી રહી છે. મારી પાસે તેની રેકોર્ડિંગ પણ છે.

આપણે જણાવી દઈએ કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઇમરાને તેની સાથે બળાત્કાર કર્યો. પરંતુ પોલીસે આ મામલે બે મહિના સુધી કોઈ પણ એફઆઈઆર નોંધી નહીં. મહિલાએ જણાવ્યું કે જયારે તેનો બળાત્કાર થઇ રહ્યો હતો ત્યારે તેનો બીજો સાથી તેનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારપછી આ લોકો મને બ્લેકમેક કરીને મારો બળાત્કાર કરતા રહ્યા.

પીડિતાના પતિ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બળાત્કારના બે મહિના પછી હવે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. ઉન્નાવ એડિશનલ એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફરિયાદ વખતે જ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આખા મામલા વિશે જાંચ કરવામાં આવી રહી છે.

English summary
Imran councillor from unnao safipur on woman accusing him of raping her

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.