For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના અને જનતા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેઃ એર સ્ટ્રાઈક બાદ ઈમરાન ખાન

પાક પીએમ ઈમરાન ખાને પાકિસ્તાનની જનતા અને સેનાને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલાના જવાબમાં ભારતની જવાબી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલાના અમુક કલાકો બાદ પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અધ્યક્ષતામાં નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક થઈ છે. કમિટી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન સમય અને જગ્યા જોઈને ભારતને જવાબ આપશે. આ સાથે ઈમરાન ખાને પાકિસ્તાનની જનતા અને સેનાને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહ્યુ છે.

દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે પાકિસ્તાન

દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે પાકિસ્તાન

હુમલા બાદ પહેલી વાર પ્રતિક્રિયા આપતા ઈમરાન ખાને કહ્યુ કે દેશની જનતા અને સેના આ હુમલા બાદ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહે. આ ઉપરાંત પાકિસ્તાનમાં બુધવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યુ છે. જ્યાં વિદેશ મંત્રી સંસદને સ્થિતિનું વર્ણન કરશે. વળી, ભારતની એર સ્ટ્રાઈક બાદ ઈમરાન ખાને નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યુ કે ભારતે કારણ વિના ભડકાવનારી કાર્યવાહી કરી છે. હવે પાકિસ્તાન પોતાના હિસાબે જગ્યા અને સમય નક્કી કરીને જવાબ આપશે.

આ ભારત તરફથી પાકિસ્તાન સામે આક્રમકતા છે

આ ભારત તરફથી પાકિસ્તાન સામે આક્રમકતા છે

આ પહેલા ભારતના હુમલાથી ભડકેલા પાકિસ્તાન વિદેશ મંત્રા શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે આ ભારત તરફથી પાકિસ્તાન સામે આક્રમકતા છે. આ એલઓસીનું ઉલ્લંઘન છે અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી અને આત્મરક્ષાનો અધિકાર છે. કુરેશીએ કહ્યુ, ‘આ અમારો વિશ્વાસ છે કે અલ્લાહ જ એકમાત્ર સર્વોચ્ચ તાકાત છે. અમે એક શાંતિપ્રિય દેશ છે. આતંક સામેની લડામાં પોતાનું મહત્વ અમે વ્યક્ત કર્યુ છે. અમે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ.'

300 આતંકી માર્યા ગયાના સમાચાર

300 આતંકી માર્યા ગયાના સમાચાર

તમને જણાવી દઈએ કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે પીઓકેના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલો કર્યો અને તેના બધા કેમ્પોને નષ્ટ કરી દીધા. વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે આ કાર્યવાહી મંગળવારે સવારે 3.50 કરી. 12 મિરાજ-2000 લડાકુ વિમાનો બાલાકોટમાં 15 મિનિટમાં 6 બોમ્બ ફેંક્યા. આમાં ફિદાયીન હુમલાના 25 ટ્રેનર સહિત 350 આતંકવાદી માર્યા ગયા. આ કેમ્પમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હતી. બાલાકોટ એબટાબાદ પાસે છે અને એલઓસીથી લગભગ 80 કિલોમીટર દૂર છે. એબટાબાદમાં જ અમેરિકી સેનાએ અલકાયદા પ્રમુખ ઓસામાં બિન લાદેનને માર્યો હતો.

હુમલા સમયે સૂઈ રહ્યા હતા આતંકી

હુમલા સમયે સૂઈ રહ્યા હતા આતંકી

જ્યારે વાયુસેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી ત્યારે ટ્રેનિંગ કેમ્પમાં હાજર બધા આતંકી સૂઈ રહ્યા હતા. પાકિસ્તાન એજન્સીઓને પણ આ અંગે અંદાજો નહોતો કે દેશની અંદર કોઈ હુમલો થશે. તેમને એલઓસી પાસે પીઓકે સ્થિત કેમ્પો પર સર્જીકલ સ્ટ્રાઈકનો શક હતો. વાયુસેનાએ આ હુમલામાં જૈશના ચીફ મસૂદ અઝહરના સાળા અઝહર યુસૂફ અને ઈબ્રાહીમ અઝહરને નિશાન બનાવ્યા. યૂસુફ સામે 2000માં ઈન્ટરપોલે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ સર્જીકલ સ્ટ્રાઈક 2: આતંકવાદી કેમ્પો પર ભારતીય એર સ્ટ્રાઈકની શું અસર થવાની છે?આ પણ વાંચોઃ સર્જીકલ સ્ટ્રાઈક 2: આતંકવાદી કેમ્પો પર ભારતીય એર સ્ટ્રાઈકની શું અસર થવાની છે?

English summary
Imran Khan on asked the country's armed forces and people to remain prepared for all eventualities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X