For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીને 3 વર્ષ માટે બાથરૂમમાં રાખી બંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

crime-against-women
દરભંગા: માણસાઇનો પારો ક્યારે પલટાઇ જાય અને તે હૈવાનિયતનું રૂપ ધારણ કરી લે, કહી ન શકાય. બિહારના દરભંગા જિલ્લાના વિશ્વવિદ્યાલય પોલીસ મથક અંતર્ગત રામબાગ મોહલ્લા સ્થિત એક મકાનમાંથી પોલીસે ત્રણ વર્ષથી પોતાના પતિના ઘરના ટોયલેટ કેદ એક મહિલાને મુક્ત કરાવી છે.

દરભંગા જિલ્લા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી સીમા કુમારીએ જણાવ્યું હતું કે મુક્ત કરાવવામાં આવેલી મહિલાનું નામ ગુંજા છે. એસએસપી કુમાર એકલે સાથે ગુંજાના પિતા શ્યામ સુંદર સિંહ દ્વારા દહેજની માંગને લઇને તેમની પુત્રીને પ્રતાડિત કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ગુંજાના લગ્ન ચાર વર્ષ પહેલાં પ્રભાષ કુમાર સિંહની સાથે થયા હતા. કહેવામાં આવે છે કે ગુંજાના પતિ તથા પરિવારના લોકો દહેજ ન મળવાના લીધે તેને પ્રતાડિત કરતા હતા તથા તેને પોતાની ત્રણ વર્ષની બાળકે સાથે મળવાની અનુમતિ ન હતી.

વર્ષોન છુટકારા બાદ તેને પોતાની ત્રણ વર્ષીય પુત્રી સાથે મળવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમની પુત્રી તેમને ન ઓળખતા રડવા લાગી. સીમાએ જણાવ્યું હતું કે ગુંજા પરણિત હોવા છતાં તેના માથા પર ના તો સિંદૂર હતું અને ના તો બિંદી હતી.

પોલીસે આ મામલે ગુંજાના પતિ પ્રભાષ કુમાર સિંહ, સસરા ધીરેન્દ્ર સિંહ તથા સાસુ ઇન્દ્ર દેવી વિરૂદ્ધ કેસ દાખલ કરી ધરપકડમાં લીધા છે. આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

English summary
In Bihar a wife kept in toilet for over 3 years in dowry demand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X