For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા

લોકસભા ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસ પાર્ટીમાં સતત હાર અંગે મંથન ચાલી રહ્યું છે. બુધવારે ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટ પર સતત પાંચમી વાર જીત નોંધાવ્યા પછી સોનિયા ગાંધી અહીં પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસ પાર્ટીમાં સતત હાર અંગે મંથન ચાલી રહ્યું છે. બુધવારે ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટ પર સતત પાંચમી વાર જીત નોંધાવ્યા પછી સોનિયા ગાંધી અહીં પહોંચ્યા. આ દરમિયાન તેમની દીકરી પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર હતા. રાયબરેલીમાં લોકો સાથે વાતચીત દરમિયાન તેમને કહ્યું કે રાયબરેલીમાં પાર્ટી કાર્યકર્તાઓને કારણે જીત નથી મળી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સતત પાંચમી વાર જીત મળવાનું કારણ મતદાતાઓને જાય છે.

આ પણ વાંચો: અમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં

મતદાતાઓને કારણે જીત મળી

મતદાતાઓને કારણે જીત મળી

યુપીમાં કોંગ્રેસ પાર્ટીની હાર માટે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ હાર માટે પાર્ટીના કાર્યકર્તાઓ જવાબદાર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું બોલવા નથી માંગતી પરંતુ મારે કહેવું પડી રહ્યું છે કે રાયબરેલીમાં સોનિયા ગાંધીની જીતનું કારણ કાર્યકર્તાઓ નહીં, પરંતુ રાયબરેલીના મતદાતાઓ છે. મતદાતાઓની મહેનતને કારણે સોનિયા ગાંધીને જીત મળી છે.

પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા

પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા

આ દરમિયાન પાર્ટીના 2500 કાર્યકર્તાઓને અહીં બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ બધા જ પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી આપી અને લોકોને કહ્યું કે તે તેઓ એવા લોકો અંગે માહિતી મેળવે જેમને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ અહીં ભાષણ આપવા માટે નથી આવ્યા પરંતુ હકીકત જણાવવા માટે આવ્યા છે અને સચ્ચાઈ છે કે રાયબરેલીમાં સોનિયા ગાંધીની જીત અહીંના લોકોને કારણે થઇ છે.

ચૂંટણીમાં શર્મનાક હાર

ચૂંટણીમાં શર્મનાક હાર

આપને જણાવી દઈએ કે આ વખતે કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફક્ત ઉત્તરપ્રદેશની રાયબરેલી સીટ પર જ જીત મળી છે. પાર્ટીની પરંપરાગત સીટ અમેઠી પણ તેઓ હારી ગયા છે. અહીં રાહુલ ગાંધીને ભાજપની સ્મૃતિ ઈરાનીએ હરાવી છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ નેતા પ્રતિપક્ષનો દરજ્જો મેળવવામાં ચુકી ગઈ છે. તેમને ફક્ત 52 સીટો પર જ જીત મળી છે, જયારે સભામાં નેતા પ્રતિપક્ષનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછી 55 સીટોની જરૂર પડે છે.

English summary
In defeat of Lok Sabha elections 2019, Priyanka Gandhi gets angry on party workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X