For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં

લોકસભા ચૂંટણી પુરી થવાની સાથે જ લોકસભા સચિવાલયના બધા જ બંગલાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જે ખાલી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પુરી થવાની સાથે જ લોકસભા સચિવાલયના બધા જ બંગલાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જે ખાલી છે. રસપ્રદ વાત છે કે આ લિસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ઘર પણ શામિલ છે. રાહુલ ગાંધી અહીં વર્ષ 2004 થી રહી રહ્યા છે, જયારે તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. વર્ષ 2004 દરમિયાન પહેલીવાર રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. પરંતુ આ વખતે તેઓ આમ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી ચુક્યા છે.

આ પણ વાંચો: હવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના

લોકસભા સચિવાલયનું સર્ક્યુલર

લોકસભા સચિવાલયનું સર્ક્યુલર

લોકસભા સચિવાલય ઘ્વારા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં બધા જ નેતાઓના બંગલાઓ શામિલ છે, જેઓ ખાલી છે અને તેમને નવા ચૂંટાયેલા સાંસદોને આપવાના છે. રાહુલ ગાંધીનો બંગલો પ્રકાર 8 માં આવે, જે શ્રેષ્ઠ શ્રેણી માનવામાં આવે છે. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમણે કેરળની વાયનાડ સીટથી જબરજસ્ત વિજય મેળવ્યો હતો. નિયમ અનુસાર, ખાલી બંગલાઓની સૂચિ જારી કરવામાં આવે છે અને નવા ચૂંટાયેલા સાંસદો તેમની પસંદગી મુજબ બંગલો પસંદ કરી શકે છે.

517 ફ્લેટ, બંગલાઓ વહેંચાશે

517 ફ્લેટ, બંગલાઓ વહેંચાશે

આપને જણાવી દઈએ કે આ વખતે 517 બંગલા અને ફ્લેટ સાંસદોને ફાળવવામાં આવશે. આ સૂચિમાં રાહુલ ગાંધીનો બંગલોનો સમાવેશ થાય છે, જે ફરી એકવાર નવા સાંસદોને ફાળવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી પાસે આ વિશે કોઈ માહિતી નથી કે તેમનો બંગલો ખાલી પડેલા બંગલાની લિસ્ટમાં રાખવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જીતી છે, ભારતીય જનતા પાર્ટી 303 બેઠકો જીતી છે.

લોકોનો આભાર માન્યો

લોકોનો આભાર માન્યો

આપને જણાવી દઈએ કે વાયનાડમાં ચૂંટણી જીત્યા પછી, રાહુલ ગાંધી અહીં આવ્યા અને લોકોનો આભાર માન્યો. રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે દેશમાં અમારી લડાઈ ઝહેર ફેલાવનાર લોકો સામે છે. મોદી આ ઝેર ફેલાવે છે, આ શબ્દ ભારે છે પરંતુ સત્ય છે. મોદીએ દેશને દ્વેષ સાથે વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે. મોદી દેશની દુષ્ટતાને રજૂ કરે છે. તે સૌથી ખરાબ પ્રતિનિધિ છે, તે ક્રોધ, દ્વેષ, અસલામતી અને જૂઠાનો પ્રતિનિધિ છે.

English summary
After losing in Amethi, Rahul Gandhi house is in the list of vacant bungalows
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X