
કાનપુરમાં AAP ઉમેદવાર વિવેક દ્વિવેદીને નકલી મત પડ્યો, સંજય સિંહ ભડક્યા!
લખનૌ, 20 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે. આ દરમિયાન કાનપુરના કિદવાઈનગરમાં કથિત નકલી વોટિંગ સામે આવ્યું છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો જ નકલી વોટ પડ્યો હતો. આ અંગે આમ આદમી પાર્ટીએ પ્રશાસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ આ અંગે ટ્વિટ કર્યું છે.
ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે રાજ્યસભાના સાંસદ અને ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીના પ્રભારી સંજય સિંહે લખ્યું- કાનપુરની કિદવાઈ નગર વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર વિવેક દ્વિવેદીના આગમન પહેલા કોઈએ તેમને વોટ આપ્યો. જ્યારે આઈડી કાર્ડ પર ફોટો હોય તો અન્ય કોઈએ પોતાનો મત કેવી રીતે આપ્યો? જ્યારે ફરિયાદ થઈ ત્યારે જુઓ પોલીસે કેવી રીતે ઘેરો ઘાલ્યો. સંજય સિંહે પોતાના ટ્વીટમાં ચૂંટણી પંચને પણ ટેગ કર્યું છે.
कानपुर की किदवई नगर विधान सभा से AAP प्रत्याशी विवेक द्विवेदी जी का वोट उनके पहुँचने से पहले किसी ने डाल दिया था।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 20, 2022
जब पहचान पत्र पर फ़ोटो है तो किसी दूसरे ने वोट कैसे डाल दिया?
शिकायत करने पर पुलिस की घेराबंदी देखिये @ECISVEEP pic.twitter.com/4suEghcwBm
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. કાનપુર નગર અને કાનપુર દેહાત ઉપરાંત હાથરસ, ફિરોઝાબાદ, એટાહ, કાસગંજ, મૈનપુરી, ફરુખાબાદ, કન્નૌજ, ઈટાવા, ઔરૈયા, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યમાં ચાર તબક્કાની ચૂંટણી બાકી છે. આ પછી 10 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ રાજ્યોના પરિણામો પણ 10 માર્ચે જ આવવાના છે. ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે માત્ર મણિપુર અને ઉત્તર પ્રદેશની ચૂંટણી જ બાકી છે.