For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર કેસમાં સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ, આરોપી કોણ છે?

નવી દિલ્હી, 07 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં 8 લોકોના મોત મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 07 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં 8 લોકોના મોત મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. રવિવારે લખીમપુર ખીરીમાં 4 ખેડૂતો સહિત 8 લોકોની હત્યા કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની જાતે નોંધ લીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. જો કે, અગાઉ હિંસાના કેસમાં બે વકીલો વતી એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

Lakhimpur case

લખીમપુર ખીરી હિંસામાં મૃત્યુ પર મુખ્ય ન્યાયાધીશ રમનાએ કહ્યું કે, મંગળવારે બે વકીલોએ કોર્ટને પત્ર લખ્યો હતો, અમે અમારી રજિસ્ટ્રીને પત્રને પીઆઈએલ તરીકે નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ ગેરસમજને કારણે સુઓમોટો તરીકે દર્જ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે એક SIT ની રચના કરવામાં આવી છે અને એક-સભ્ય તપાસ પંચની રચના કરવામાં આવી છે, જેથી સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કરી શકાય. જેના પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું છે કે કોણ આરોપી છે, કોની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કોની ધરપકડ કરવામાં આવી છે તેના પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો.

CJI રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હેમા કોહલીની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચ લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી કરી રહી છે. આપને જણાવી દઈએ કે આ હિંસા કેસની સુનાવણી ચાલી રહી છે તેનું ના 'વાયલન્સ ઈન લખીમપુર ખીરી લિડિંગ ટુ લોસ ઓફ લાઈફ' રાખવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો અને વકીલોના પત્રો પર સુપ્રીમ કોર્ટે આને ધ્યાનમાં લીધું છે.

English summary
In Lakhimpur case, the Supreme Court asked the government, who is the accused?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X