For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં 3900થી વધુ કોરોનાના કેસ, 195 લોકોના મોતઃ આરોગ્ય મંત્રાલય

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે ગયા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા છે અને સૌથી વધુ મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 35 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી,અત્યાર સુધી 2.5 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના માટે નિયમિત પ્રેસ કૉન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે ગયા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા છે અને સૌથી વધુ મોત થયા છે. તેમણે કહ્યુ કે આ દરમિયાન 195 લોકોના મોત થયા છે અને 3900થી વધુ કેસ સામે આવ્યા છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યુ કે કોરોનાનો રિકવરી રેટ વધીને 27.41 ટકા થઈ ગયો છે.

lov Agrawal

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવશે, તેમને લાવવાની પ્રક્રિયા 7મેથી શરૂ થશે. વિદેશથી આવેલા આ લોકોને 14 દિવસ સુધી ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે, દુકાનો પર સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાનુ રહેશે. એક દુકાન પર 5થી વધુ લોકો જમા ન થાય. કોરોના વાયરસનુ સંક્રમણ દેશના 26 રાજ્યોમા ફેલાયુ છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશો પણ આની ચપેટમાં છે. આમાં દિલ્લી, ચંદીગઢ, અંદમાન-નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પોંડિચેરી શામેલ છે. રાજસ્થાન આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના આજે 66 નવા કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 3,127 થઈ ગઈ છે અને 82 લોકોના મોત નીપજ્યા છે.

વળી, ઉત્તરાખંડમાં વધુ એક કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 61 થઈ ગઈ છે અને 39 લોકો રિકવર થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે આની માહિતી આપી છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે જ્યાં સુધી કોઈ વેક્સીન ન આવે ત્યાં સુધી શારીરિક અંતર જાળવવુ જ સૌથી મોટી વેક્સીન છે. દિલ્લીમાં અમુક છૂટ આપવામાં આવી છે. આને અર્થ એ નહિ કે આપણે શારીરિક અંતરનુ પાલન ન કરીએ. અમે લોકોને વારંવાર અપીલ કરી રહ્યા છે કે તમે માસ્ક પહેરો અને શારીરિક અંતરનુ પાલન કરો.

આ પણ વાંચોઃ નીતુ કપૂરે ઈમોશનલ પોસ્ટ લખી પ્રેમ અને સહકાર બદલ અંબાણી પરિવારનો માન્યો આભારઆ પણ વાંચોઃ નીતુ કપૂરે ઈમોશનલ પોસ્ટ લખી પ્રેમ અને સહકાર બદલ અંબાણી પરિવારનો માન્યો આભાર

English summary
In last 24 hoours therer have been 3900 new cases 195 death health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X