For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં આજેઃ બે બિલ આજે કરવામાં આવશે રજૂ, સીતારમણ બોલશે તેવી અપેક્ષા

ક્રવારે સ્થગિત કરાયેલી સંસદ આજે ફરીથી શરુ થશે. સંસદનો આજે 5મો દિવસ છે જે..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શુક્રવારે સ્થગિત કરાયેલી સંસદ આજે ફરીથી શરુ થશે. સંસદનો આજે 5મો દિવસ છે જે વિપક્ષના વિરોધના કારણે ઘણી હદ સુધી ખોરવાઈ ગયો છે. આજે રાજ્યસભામાં બે બિલ રજૂ કરવામાં આવશે. જ્યારે નાણામંત્રી સીતારમણ સંસદને સંબોધિત કરવાની પણ આશા છે. આ તરફ વિવિધ પક્ષોના વિપક્ષી નેતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના કાર્યાલયમાં બેઠક કરશે અને ફ્લોર પર અપનાવવાની વ્યૂહરચના તૈયાર કરશે.

loksabha

લોકસભામાં આજે

1. નાણામંત્રી નિર્મલા સીતારમણે ધ નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(સુધારા) બિલ, 2021 રજૂ કરશે.

2. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે લોકસભામાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(એમેન્ડમેન્ટ) બિલ, 2021ને વિચારણા અને પાસ કરવા માટે રજૂ કરશે.

3. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ(સેલેરી અને કન્ડીશન્સ ઑફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ, 2021 રજૂ કરશે.

રાજ્યસભામાં આજે

1. કેન્દ્રીય આરોગ્ય મંત્રી, મનસુખ માંડવિયા દ્વારા આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી(રેગ્યુલેશન) બિલ, 2021 અને સરોગસી(રેગ્યુલેશન) બિલ, 2020 રજૂ કરવામાં આવશે. નાણામંત્રી સંસદમાં બોલશે તેવી અપેક્ષા છે. તેમજ વિપક્ષ ફ્લોરની વ્યૂહરચના નક્કી કરશે.

2. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સરોગસી(રેગ્યુલેશન) બિલ, 2020 રજૂ કરશે.

3. ટૂંકા ગાળાની ચર્ચામાં શ્રી મલ્લિકાર્જૂન ખડગે, શ્રી આનંદ શર્મા, ડૉ. ફૌઝિયા ખાન, પ્રો. મનોજ કુમાર ઝા દેશમાં મોંઘવારી પર ચર્ચા કરશે.

English summary
In Parliament today: Two bills to be talbled, Finance minister Nirmala Sitaraman expected to speak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X