Video: લાંચના પૈસા માટે પોલીસવાળા અંદર અંદર લડ્યા, જોરદાર મારપીટ
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ખાકીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. યુપીના પ્રયાગરાજમાં દારૂના નશામાં કોન્સ્ટેબલ અને એક સિપાહી લાંચના પૈસા માટે કથિત રીતે એકબીજા સાથે લડવા લાગ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ખાકીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. યુપીના પ્રયાગરાજમાં દારૂના નશામાં કોન્સ્ટેબલ અને એક સિપાહી લાંચના પૈસા માટે કથિત રીતે એકબીજા સાથે લડવા લાગ્યા હતા. બંને પોલીસકર્મીઓએ એકબીજાને લાકડીઓ વડે માર માર્યો હતો. આ આખી ઘટના ત્યાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ હાલમાં તેની તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રયાગરાજના કંદિયારા પોલીસ સ્ટેશનમાં તૈનાત દરોગા આશિષ સિંહ પટેલ અને કોન્સ્ટેબલ રામનરેશ કનૌજીયાએ દારૂ પીને ખાનગી ડ્રાઇવર સાથે જીપમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. જ્યારે પોલીસ સ્ટેશનથી થોડી મિનિટો દૂર ગૌરા પેટ્રોલ પમ્પ પર પહોંચ્યા ત્યારે સિપાહી અને દરોગા વચ્ચે લાંચના પૈસા માટે વિવાદ શરૂ થયો હતો.
આ દરમિયાન નશામાં ચૂર દરોગાએ ડ્રાઇવર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેના પર સૈનિક રામ નરેશ કનૌજીયાએ વિરોધ કર્યો. સિપાહીના વિરોધથી રોષે ભરાયેલા દરોગાએ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને સિપાહીને એક પછી એક થપ્પડ મારી દીધા.
#WATCH Two policemen fight with each other allegedly over a bribe, in Prayagraj. Ashutosh Mishra, SP Crime, says “The incident took place day before yesterday. Both the policemen have been suspended. Investigation underway." pic.twitter.com/d83DItRTPf
— ANI UP (@ANINewsUP) August 13, 2019
ત્યારપછી દરોગાએ સિપાહીને લાઠીથી માર મારવાનું શરૂ કરી દીધું. આ સમય દરમિયાન કેટલાક લોકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુસ્સે ભરાયેલા સિપાહી રામ નરેશ કનૌજિયાએ જીપમાં પાછળ રાખેલી લાઠી કાઢી અને દરોગાને માર માર્યો હતો. પ્રયાગરાજના એસપી ક્રાઇમ આશુતોષ મિશ્રાએ કહ્યું કે, આ ઘટના ગયા રવિવારની છે. બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: 5 પોલીસકર્મીઓએ મોદીજીના અવાજમાં બનાવ્યો ટિક્ટોક વીડિયો












Click it and Unblock the Notifications
