For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019: રાબડી દેવીના ગામમાં લાલૂથી કેમ નારાજ છે લોકો?

લોકસભા ચૂંટણી 2019માં બિહારમાં લાલુ યાદવની ગેરહાજરી દેખાઈ રહી છે. જો RJD કે ગઠબંધનની કમાન લાલૂના હાથમાં હોત, તો ચૂંટણી જંગ થોડો રસપ્રદ બનત.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019માં બિહારમાં લાલુ યાદવની ગેરહાજરી દેખાઈ રહી છે. જો RJD કે ગઠબંધનની કમાન લાલૂના હાથમાં હોત, તો ચૂંટણી જંગ થોડો રસપ્રદ બનત. પરંતુ આ તો થઈ તેમના અલગ અંદાજના નિવેદનોની વાત. પરંતુ સત્ય એ છે કે લાલૂની ગેરહાજરીની અસર ગઠબંધન અને તેમના વિરોધીઓના રાજકારણ પર જ નથી પડી રહી. પરંતુ તેમના ગામથી લઈ સાસરા સુધી આ અસર દેખાઈ રહી છે. કારણ ભલે જુદા જુદા હોય અને તેને જોવાની રીત જુદી જુદી હોય પરંતુ ગેરહાજરીની અસર તો દેખાઈ જ રહી છે. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે ચૂંટણીમાં લાલુની ગેરહાજરીનું શું અસર પડી છે અને તેમના સાસરામાં તેમના બદલે મોદી અને નીતિશની ચર્ચા કેમ છે?

લાલુની ગેરહાજરીની મોટી અસર

લાલુની ગેરહાજરીની મોટી અસર

લાલુ યાદવની નિષ્ક્રિયતાની ચૂંટણીમાં શું અસર પડશે, તે તો બધા જ સમજી શકે છે. એટલે જલાલુ અને તેમના પરિવારે સાથે જ ગઠબંધનના નેતાઓએ તેમને થોડા સમય માટે જામીન અપાવવા ખૂબ પ્રયત્નો કર્યા, જેથી તેઓ ગઠબંધન સંભાળી શકે. પરંતુ આ શક્ય ન બન્યું. હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સોશિયલ સાયન્ટિસ્ટ શૈલબ ગુપ્તાએ પણ એ જ સવાલ કર્યો છે કે લાલુની ગેરહાજરીની મહાગઠબંધન પર કેટલી અસર પડશે ? તેમણે જે કહ્યું તેનો મર્મ એ જ છે કે ગઠબંધનમાં લાલુથી મોટો ક્રાઉડ પુલર કોઈ નથી. તેમણે એ પણ કહ્યું કે લોકો સુધી વાત પહોંચાડવાની લાલુની કલા ગજબ છે. તેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું છે કે લાલુ એક દિવસમાં 7-8 સભા કરી લેતા હતા. પરંતુ તેમના પુત્ર અને બિહારમાં એનડીએ-વિરોધી ગઠબંધનનો સૌથી મોટો ચહેરો તેજસ્વી યાદવ મુશ્કેલીથી 4-5 સભા જ કરી શક્યા છે.

લાલુની ગેરહાજરીથી RJD ગઠબંધનને મુશ્કેલી

લાલુની ગેરહાજરીથી RJD ગઠબંધનને મુશ્કેલી

નિષ્ણાતો કહી રહ્યા છે કે પ્રચારમાંથી લાલુ યાદવ ગાયબ રહેવાની અસર મહાગઠબંધનના કામ અને પર્ફોમન્સ પર પડવી સ્વાભાવિક છે. એટલે કે યુપીમાં જે રીતે માયા અને અખિલેશ એકબીજાના વોટ એકબીજાના પક્ષમાં ટ્રાન્સફર કરાવામાં સફળ દેખાઈ રહ્યા છે, બિહારમાં આ સફળતાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ જો લાલુ સક્રિય હોત તો પરિસ્થિતિ જુદી હોત. લાલુના પ્રભાવ અને દબાણ બંનેની અસર થાત. એટલે જ નિષ્ણાતોનું માનવું છે કે બિહારમાં એનડીએની તુલનામાં મહાગઠબંધન મોટું ભલે હોય એટલે કે મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, HAM, VIP, RLSP ભલે હોય. પરંતુ તેમના સોશિયલ એન્જિનિયરિંગની સફળતા પર શંકા જરૂર છે.

લાલુની ગેરહાજરીમાં બિહારમાં NDAની સ્થિતિ

લાલુની ગેરહાજરીમાં બિહારમાં NDAની સ્થિતિ

બિહારમાં NDAનું પુરેપૂરુ ધ્યાન મોદી સેન્ટ્રિક કેમ્પેઈન પર જ છે. નીતિશ ફેક્ટર તેને વધુ મજબૂત કરી રહ્યું છે. પરંતુ તેમના વિરોધી લાલુ મેદાનમાં હોત તો કદાચ NDAને આટલું એડવાન્ટેજ ન મળ્યું હોત. નિષ્ણાતોનું માનવું છે કે લાલુ વગરના મહાગઠબંધનની તુલનામાં બિહારમાં NDAનો તાલમેલ ઘણો સારો છે. તેનું કારણ એ છે કે વ્ચેના કેટલાક વર્ષો થોડી દઈએ તો નીતિશ અને ભાજપનું ગઠબંધન દાયકાઓ જુનું છે. રામ વિલાસ પાસવાના પણ મદોી સાથે પાંચ વર્ષથી જોડાયેલા છે.

લાલુના સાસરાના લોકો કેમ છે નારાજ?

લાલુના સાસરાના લોકો કેમ છે નારાજ?

ચોંકાવનારો ગ્રાઉન્ડ રિપોર્ટ ગોપાલગંજ જિલ્લામાં રાબડી દેવીના પિયર સેલર કલાંનો છે. આ ગામના લોકો પોતાના જમાઈ અને રાબડી દેવીના પતિ લાલુ યાદવથી ગુસ્સ છે. અને મોદી-નીતિશના વકાણ કરી રહ્યા છે. લાલુના સાસરા વિસ્તારના 76 વર્ષના બિશેશ્વરનાથ સિંહ લાલુ વિરુદ્ધ ગુસ્સો કાઢતા કહે છે કે,'ચોરી કરશે, કૌભાંડ કરશે તો જેલમાં તો જશે જ મોદીજીમાં જ દેશની સુરક્ષા છે.' તો આ જ ગામના 40 વર્ષના ગુલાબજી કુમારનું કહેવું છે,'ફુલવરિયાના લોકોને સરકારી નોકરી મળી, અમને કશું ન મળ્યું.' મસ્કટમાં ઈલેક્ટ્રિશિયન કુમાર પોતાના ગામની સરખામણી લાુલના વતન ફૂલવરિયા સાથે કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રાબડીદેવીના ગામની મહિલાઓ પણ લાલુના પરિવારનું સમર્થન નથી કરતી. પરમીલા દેવી લાલુના રાજકીય વિરોધી નીતિશકુમારના કામના વખામ કરે છે. તેમનું કહેવું છે કે,'તેમણે રાજ્યને શિક્ષિત કર્યું છે. દારુબંધીક રી છે. તેમના સ્વાગત માટે મહિલાઓનું પણ સમર્થન છે.' અહીંના લોકોની ફરિયાદ છે કે લાલુએ પોતાના ગામમાં ખૂબ કામ કર્યું છે, પરંતુ સાસરા સાથે સૌતેલો વ્યવહાર કર્યો છે.

લાલુના ગામમાં લોકો તેમને કરી રહ્યા છે યાદ

લાલુના ગામમાં લોકો તેમને કરી રહ્યા છે યાદ

લાલુના ગામ ફૂલવરિયાનો માહોલ બિલકુલ જુદો છે. અહીંના લોકોમાં તેમની માટે નારાજગી નહીં પરંતુ સહાનુભૂતિ છે. બંને ગામ ગોપાલગંજ (અનામત) લોકસભા વિસ્તારમાં છે લાલુના પાંચ ભાઈઓમાંના એક ગુલાબ યાદવ (સ્વર્ગસ્થ)ના પુત્ર 18 વર્ષના પ્રદીપ યાદવનું કહેવું છે કે ફૂલવરિયામાં જે પણ કામ થયું છે, તે લાલુના સમયમાં જ થયું છે. તેમનું કહેવું છે કે,'લાલૂ અંકલ બાદ આ ગામમાં કોઈ કામ નથી થયું. તેમને રાજકીય વિરોધના કારણે જેલ થઈ છે, અને લોકો આ કારણે જ ગુસ્સે છે.' ખેડુત મુન્નાકુમાર યાદવ પણ લાલુના ભત્રીજાની હા માં હા પૂરતા કહે છે કે,'લાલુજી વિરુદ્ધ ષડયંત્ર કરવાને કારણે અમે હાલની સરકારથી નારાજ છીએ. જગન્નાથ મિસ્રાને એ જ ચારા કૌબાંડમાં જામીન મળ્યા કારણ કે તે સવર્ણ છે, તેમનો પુત્ર ભાજપમાં છે. લાલુજી માટે લોકોમાં સહાનુભૂતિ છે, જે ચૂંટણીમાં પણ દેખાશે.' સત્તર દિવાળી જોઈ ચૂકેલા સુખદેવ રામે દાવો કર્યો છે લાલુએ દરેક સમાજ માટે કામ કર્યું છે,'નાનો હતો ત્યારે હું લાલુ સાથે ગાયો ચરાવતો હતો. આ ગામમાં યાદવ, તેલી, ભૂમિહાર, બ્રાહ્મણ અને પાસવાન સહિત બીજા સમાજના લોકો પણ છે. જે પણ વિકાસ થયો છે, તે બધા માટે થયો છે. લાલુએ હંમેશા ગરીબો માટે કામ કર્યુ છે, ભલે તે કોઈ પણ જાતિના હોય.' આજે લાલુ ગાંવ એક રેલવે સ્ટેશન અને હેલિપેડ છે. તેમની માં મરચિયા દેવીના નામે અહીં રેફરલ હોસ્પિટલ છે. એક જમીન રજિસ્ટ્રાર ઓફિસ, બેન્ક, પોસ્ટ ઓફિસ અને સરકારી સ્કૂલ પણ છે.

English summary
in rabri devi Village peoples unhappy with lalu yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X