એન્ટી રોમિયો સ્ક્વોડ વાત કરતા યોગીરાજમાં મહિલાઓની થઇ છેડતી
મુખ્યમંત્રી યોગી ઉત્તર પ્રદેશ કાનૂન વ્યવસ્થા સુધારા પર છે તેવી વાતો કરી રહ્યા છે ત્યાં 14 શખ્સો મળીને મહિલાની છેડતી કરતો વીડિયો વાયરલ થયો છે.
એક બાજુ જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ કાનૂન વ્યવસ્થા સુધારા પર છે તેવી વાતો કરી રહ્યા છે ત્યાં જ એક તેવો વીડિયો વાયરલ થયો છે જેણે યોગી આદિત્યનાથની આ વાતોને પોકળ સાબિત કર્યો છે. એટલું જ નહીં ભારતમાં મહિલાઓ સુરક્ષિત કેટલી છે તે વાત પર પણ સવાલ ઊભો થયો છે. આ વીડિયોમાં જે ઘટના બતાવવામાં આવી છે તે ઉત્તર પ્રદેશના રામપુર વિસ્તારની છે. જેમાં ભર બપોરે લગભગ 5 થી 10 યુવકોનું ટોળી, બે મહિલાઓની છેડતી કરે છે. વીડિયોમાં મહિલા વારંવાર કહે છે તમારે કોઇ માં-બહેન નથી જાવ અહીંથી... તેમ છતાં મહિલા સાથે યુવકો જબદસ્તી કરે છે. અને તેનો વીડિયો પણ ઉતારે છે.

જો કે આ વીડિયો પાછળથી આ બદમાશોએ જ વાયરલ કરતા હાલ તેમની જ મુશ્કેલી વધી છે. વીડિયો વાયરલ થતા પોલીસે મોડે મોડે તેની પર એક્શન લઇને બે આરોપીની ધરપકડ કરી છે. યોગી સરકાર જ્યાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવી સ્થિતિને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા છે ત્યાં એક હકીકત આ વીડિયોમાં તે પણ જોવા મળી છે કે આરોપીઓને કાનૂન વ્યવસ્થાની કોઇ ડર નથી. અને કદાચ આ જ કારણે જ્યાં સુધી ભારતમાં કડક કાનૂન વ્યવસ્થા નહીં લાગુ પડે ત્યાં સુધી મહિલાઓ સુરક્ષિત રહેવું અશક્ય બની જશે.












Click it and Unblock the Notifications
