મોદી-યોગી કરશે મજન્ટા લાઇનનું ઉદ્ઘાટન, કેજરીવાલ રહેશે ગેરહાજર

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર(નોયડા) સ્થિત બૉટેનિકલ ગાર્ડનથી દેશની રાજધાની દિલ્હી સ્થિત કાલકાજી સુધી મેટ્રોની મજન્ટા લાઇનનું ઉદ્ઘાટન સોમવારે થનાર છે. આ લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ કરનાર છે. જો કે, આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવવામાં નથી આવ્યા અને આ કારણે અનેક જાતની ચર્ચાઓ થઇ રહી છે. આ અંગે દિલ્હી સરકારને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે એક નિવેદનમાં કહ્યું કે, અમને આ કાર્યક્રમની કોઇ અધિકૃત સૂચના આપવામાં નથી આવી. અમારી પ્રથમ પ્રાથમિકતા યાત્રીઓ માટે સુરક્ષિત મેટ્રો અને ભાડાનો ઉચિત દર છે અને ઉદ્ઘાટનનું અમને કોઇ નિમંત્રણ નથી મળ્યું. આ સવાલ ડીએમઆરસી અને શહેરી વિકાસ મંત્રાયલને પૂછવો જોઇએ.

Uttarpradesh

યાત્રીઓ માટે અનેક સુવિધાઓ માટે આ લાઇન સીધા દિલ્હીથી કાલકાજીને નોયડા સાથે જોડશે. દિલ્હી મેટ્રોનો છઠ્ઠો ભાગ છે અને આનો ફાયદો એ છે કે, આને કારણે યાત્રાનો સમય ઓછો થાય છે અને રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત રસ્તાઓ પર યાતાયાતના દબાણને અલગ કરે છે. આ લાઇન પર બાકીનું કામ વર્ષ 2018 માર્ચ સુધીમાં પૂરું કરવામાં આવશે. આ લાઇન પર નવું સિગ્નલિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ(સીબીટીસી)થી લેસ પહેલી લાઇન છે, જે પ્રતિક્ષાના સમયે બે મિનિટથી 90થી 100 સેકંડ સુધી કામ કરશે. શરૂઆતમાં આ ટ્રેનની ફ્રિક્વન્સી 5 મિનિટ 14 સેકન્ડ રહેશે. વર્તમાન સમયમાં આ લાઇન પર 10 ટ્રેનો ચાલશે.

English summary
Inauguration of magenta line of dmrc by pm narendra modi and up cm yogi adityanath

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.