'અમારી કોશિશ છે કે જેમણે દેશને લૂંટ્યો છે, તેમણે તેને પાછુ પણ આપવુ પડે', લાલ કિલ્લાથી પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 76માx સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના ઐતિહાસિક ભાષણમાં દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર ચેતવણી આપી છે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 76માx સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના ઐતિહાસિક ભાષણમાં દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર ચેતવણી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોતરી રહ્યો છે અને દેશે તેની સામે લડવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે અમારો પૂરો પ્રયાસ છે કે જેણે દેશને લૂંટ્યો છે તેમણે પાછુ પણ આપવુ પડે. પીએમ મોદીએ કહ્યુ કે આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક કાળખંડમાં પ્રવેશી રહ્યા છીએ. દેશ સામે બે મોટા પડકારો છે, પહેલો પડકાર - ભ્રષ્ટાચાર અને બીજો પડકાર - ભત્રીજાવાદ, પરિવારવાદ.

ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોતરી રહ્યો છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ, એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી અને બીજી બાજુ એવા લોકો છે જેમની પાસે ચોરીનો સામાન રાખવાની જગ્યા નથી. આ સ્થિતિ સારી નથી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોતરી રહ્યો છે, દેશે તેની સામે લડવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે અમારો પૂરો પ્રયાસ છે કે જેણે દેશને લૂંટ્યો છે તેમણે પાછુ પણ આપવુ પડે.
#WATCH PM Narendra Modi calls for a decisive fight against corruption and 'Parivaarwaad' during his Independence Day speech #IndiaAt75 pic.twitter.com/5xvdSaz4wm
— ANI (@ANI) August 15, 2022
આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક નિર્ણાયક કાલખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએઃ પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, જે લોકો અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયા હતા તેમની મિલકતો જપ્ત કરીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તેમને તે પાછુ આપવુ પડે તેવી સ્થિતિ અમે બનાવી રહ્યા છીએ. આપણે ભ્રષ્ટાચાર સામેના નિર્ણાયક કાલખંડમાં પ્રવેશી રહ્યા છીએ.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે નફરત પેદા નહિ થાય, તેમને સામાજિક રીતે નીચુ જોવા માટે મજબૂર નહિ કરીએ ત્યાં સુધી આ માનસિકતા સમાપ્ત થવાની નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, જ્યારે હું ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરુ છુ ત્યારે લોકો વિચારે છે કે હું માત્ર રાજકારણની વાત કરી રહ્યો છુ. ના, કમનસીબે રાજકીય ક્ષેત્રની આ દુષ્ટતાએ ભારતની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષ્યો છે.












Click it and Unblock the Notifications
