બોમ્બ બ્લાસ્ટ: ભારત ત્રીજો સૌથી ખતરનાક દેશ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 માર્ચ: શાંતિ અને અહિંસાનો આખી દુનિયાને સંદેશ આપનાર ભારત હવે સૌથી ખતરનાક દેશમાં સામેલ થાય છે. એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર આ ચોંકાવનારા આંકડા સરકારના 'નેશનલ બોમ્બ ડેટા સેન્ટરે' જાહેર કર્યા છે. સરકારી આંકડા અનુસાર બોમ્બ બ્લાસ્ટના મુદ્દે ભારત દુનિયાનો ત્રીજો ખતરનાક દેશ છે. પહેલા સ્થાન પર ઇરાક અને બીજા સ્થાન પર પાકિસ્તાન છે.

સરકારી આંકડા અનુસાર આ મુદ્દે અફઘાનિસ્તાન અને સીરિયા સારી સ્થિતીમાં છે. રાષ્ટ્રીય ડેટા સેન્ટરના આંકડા અનુસાર વર્ષ 2013માં ભારતમાં 212 બોમ્બ બ્લાસ્ટ થયા. આ દરમિયાન અફધાનિસ્તાનમાં 108 બોમ્બ બ્લાસ્ટ થયા જ્યારે બાંગ્લાદેશમાં 75 અને સીરિયામાં ફક્ત 36 બોમ્બ બ્લાસ્ટ થયા.

bomb-blast

ભારતમાં 2013માં 2012ના મુકાબલે ઓછા બોમ્બ બ્લાસ્ટ થયા. 2012માં 2412 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. પરંતુ 2013માં 2012ના મુકાબલે વધુ લોકો મોતને ભેટ્યાં છે. 2013માં થયેલા ધમાકાઓમાં 130 લોકો મોતને ભેટ્યા અને 466 ઇજાગ્રસ્ત થયા. 2012માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 103 લોકો મૃત્યું પામ્યા જ્યારે 419 લોકો ઇજાગ્રસ્ત થયા. આંકડાઓથી એ પણ જાણવા મળે છે કે દુનિયાભરમાં થનાર 75 ટકા બોમ્બ બ્લાસ્ટ ઇરાક, પાકિસ્તાન અને ભારતમાં થાય છે.

ગત 10 વર્ષોમાં ભારતમાં થયેલા આઇઇડી બ્લાસ્ટના વિશ્લેષણથી ખબર પડે છે કે 2004 થી 2013 વચ્ચે ભારતના સરેરાશ 298 બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 1,337 લોકો મૃત્યું પામ્યા. આ અફધાનિસ્તાનથી ઘણા વધુ છે. અફધાનિસ્તાનમાં ગત પાંચ વર્ષમાં 2010 સુધી 209 બોમ્બ બ્લાસ્ટ થયા.

English summary
India is the third most dangerous place in the world when it comes to bomb blasts, local media reported Tuesday, citing latest data.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.