For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમર સિંહ દુબઈની હૉસ્પિટલમાં, હાલત ગંભીર

|
Google Oneindia Gujarati News

Amar Singh
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : એક મોટા સમાચાર આવે છે દુબઈ ખાતેથી. ઉત્તર પ્રદેશના રાજકારણના મહત્વના નેતા અને મુલાયમ સિંહ યાદવના એક વખતના ડાબા હાથ અમર સિંહ દુબઈની હૉસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત ગંભીર જણાવાઈ છે.

મળતી માહિતી પ્રમાણે સમાજવાદી પક્ષ (એસપી)ના પૂર્વ નેતા અમર સિંહ ગઈકાલે દુબઈ ઍરપોર્ટે ચક્કર ખાઈને પડી ગયા હતાં. તે પછી તેમને દુબઈની વેલકૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તેઓ દુબઈમાં એક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતાં, પરંતુ ઍરપોર્ટ ઉપર તેમને અચાનક તમ્મર ચડતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતાં. તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.

નોંધનીય છે કે એક વખતે મુલાયમ સિંહ અને અમર સિંહની જોડી રામ-લક્ષ્મણની જોડી કહેવાતી હતી અને અમર સિંહ અમિતાભ બચ્ચનના પણ ખૂબ નજીકના મિત્ર હતાં. જોકે હાલ તેઓ રાજકારણમાં બિલ્કુલ એકલા અટૂલા પડી ગયા હતાં. અમર સિંહને કિડનીની બીમારી છે. બે વરસ અગાઉ દુબઈ ખાતે જ તેમની કિડનીનું પ્રત્યારોપણ કરાયુ હતું. તે પછી તેઓ રેગ્યુલર ચેક-અપ માટે દુબઈ જતા હતાં. કૅશ ફૉર વોટ કેસમાં અમર સિંહને જેલ થયા બાદ જામીન પણ આ બીમારીના કારણે જ મળી હતી. તેમને સતત આરામની સલાપ આપવામાં આવી છે.

હાલ અમર સિંહના પરિવારજનો તેમની બીમારી અંગે કંઈ ખુલાસો નથી કરી રહ્તાંય. તેમના પત્ની દુબઈ પહોંચી ચુક્યાં છે.

English summary
Expelled Samajwadi Party leader Amar Singh was admitted to a Dubai hospital on Monday after he fainted at the airport in Dubai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X