For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી માટે અમેરિકા સાથે બાથ ભીડી ભારત સરકારે

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બરઃ ભારત અને અમેરિકાના સંબંધોમાં હાલ દરારો વધી રહી છે. પહેલા રાજદ્વારી દેવયાની ખેબરાગડે અને હવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના કારણે ભાજપ અને અમેરિકાના સંબંધો બગડી રહ્યાં છે. દેવયાની રાજદ્વારી છે. તેમની સાથે ગેરવર્તણૂક થઇ તો ભારતે તેનો આકરો વિરોધ નોંધાવ્યો, પરંતુ હવે નરેન્દ્ર મોદી માટે પણ ભારત અમેરિકા સાથે બાથ ભિડવા તૈયાર છે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ અને યુપીએ સરકારના સૌથી મોટા ટીકાકાર છે. તેમ છતાં ભારત સરકાર મોદી માટે અમેરિકા સાથે ટકરાવવા તૈયાર થઇ ગઇ છે.

india-and-us-clash-over-modi
ભારત અને અમેરિકાના સંબંધોમાં આવેલી ખટાશ બાદ હવે બન્ને દેશ રવિવારે મુંબઇમાં થયેલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રેલીને લઇને આમને સામને આવી ગઇ છે. અમેરિકાએ ભાજપમાં મુંબઇની રેલીમાં પોતાના દુતાવાસની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આ વાતથી નારાજ ભારત સરકારે કડક શબ્દોમાં વિરોધ નોંધાવતા કહ્યું કે, ભારતમાં કોઇપણ રાજનેતાની સુરક્ષાની જવાબદારી તેમની છે અને અન્ય કોઇ દેશ દ્વારા એ નક્કી કરવામાં ન આવી શકે કે રાજકીય દળ પોતાની સભાઓ ક્યાં આયોજિત કરે.

દેવયાની મામલે પહેલાથી બન્ને દેશોમાં નારાજગી હતી હવે મોદીની રેલીએ પોતાના દૂતાવાસની સુરક્ષા પર અમેરિકાની નિવેદનબાજીએ મામલાને વધુ ગંભીર બનાવી દીધી છે. અમેરિકન પ્રશાસને મુદ્દો ઉઠાવ્યો હતો કે મોદીની રવિવારે થયેલી રેલીમાં ભાગ લેવા આવેલા લોકોથી તેમના વાણિજ્ય દૂતાવાસને ખતરો હોઇ શકે છે.

નોંધનીય છે કે, મોદીની રેલી બાંદ્રામાં પડતા એમએમઆરડીએ મેદાનમાં થઇ હતી અને આ જ વિસ્તારમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસ છે. અમેરિકાએ નિવેદનોને ખારીજ કરતા ભારતે કહ્યું કે, દેશના એક રાજકીય દળની રેલી પર પ્રશ્ન ખડા કરવા અમને સ્વિકાર નથી. નોંધનીય છે કે, ભાજપે આ રેલીમાં પહેલા અમેરિકન રાજદૂત નેન્સી પોવેલને પણ આમંત્રણ મોકલ્યું હતુ, પરંતુ દેવયાની મામલાના કારણે નિમંત્રણ પરત લઇ લીધું હતું.

English summary
india and us clash over modi mumbai rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X