એકલા ઓગસ્ટ મહિનામાં જ ભારતમાં કોરોનાના 12 લાખ કેસ સામે આવ્યા
એકલા ઓગસ્ટ મહિનામાં જ ભારતમાં કોરોનાના 12 લાખ કેસ સામે આવ્યા
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ભારતના નાગરિકો જેટલી હળવાશથી લઈ રહ્યા છે તેને જોતાં આ સ્થિતિ બહુ ભયંકર સાબિત થઈ શકે છે. કોરોનાને માત આપવા સરકારે સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હોવાના દાવા પોકળ સાબિત થયા છે. ભારતમાં માત્ર ઓગસ્ટ મહિનામાં જ 12 લાખ નવા કેસ નોંધાયા જે આપણી જનવસાહતને જોતાં ચિંતાજનક બાબત છે.

એક રિપોર્ટ મુજબ New Covid 19 cases ભારતમાં સતત વધી રહ્યા છે. એકલા ઓગસ્ટ મહિનામાં જ પાછલા મહિનાઓ કરતાં સૌથી વધુ નવા કેસ નોંધાયા અને ઓગસ્ટ મહિનામાં ભારતમાં જેટલા કેસ નોંધાયા છે તેટલા કેસ અન્ય એકેય દેશમાં નથી નોંધાયા. ભારતમાં જ્યારે એક જ દિવસમાં 69000 નવા કેસ અને 986 મોત થયાં તે દિવસે જ આ ચિંતાજનક રેકોર્ડ નોંધાયો.
રાજ્ય સરકાર દ્વારા કલેક્ટ કરેલા ડેટા મુજબ ભારતમાં ઓગસ્ટ મહિનામાં 20 તારીખ સુધીમાં Coronavirus ના કેસ 12,07,539 કેસ નોંધાયા.
જણાવી દઈએ કે જુલાઈ મહિના દરમિયાન કોવિડ 19ના 11,09,444 કેસ નોંધાયા હતા જ્યારે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ કેસના મામલે 12 લાખ કેસ સાથે ભારત સૌથી આગળ છે જ્યારે 9,94,863 કેસ સાથે અમેરિકા બીજા નંબરે અને 7 લાખ 94 હજાર 115 કેસ સાથે બ્રાઝીલ ત્રીજા નંબર છે. ગુરુવારે દેશમાં 69317 નવા કેસ સામે આવ્યા, જે ઉમેરતાં દેશમાં કોરોના વાયરસના કુલ 29 લાખ કેસ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
