For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kargil Vijay Diwas: રાજનાથ સિંહે શહીદોને નમન કર્યું

Kargil Vijay Diwas: રાજનાથ સિંહે શહીદોને નમન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કૃતજ્ઞ રાષ્ટ્ર ભારત આજે કારગિલ પર વિજયની 21મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. 1999માં આજના જ દિવસે ભારતના વીર સપૂતોએ કારગીલની ચોંટીઓથી પાકિસ્તાની સેનાને ખદેડી તિરંગો ફરકાવ્યો હતો. "કા તો તુ યુદ્ધમાં બલિદાન આપીને સ્વર્ગને પ્રાપ્ત કરીશ અથવા તો વિજયશ્રી પ્રાપ્ત કરી ધરતીનો રાજ ભોગવશે." ગીતાના આ શ્લોકને પ્રેરણા માની ભારતના શૂરવીરોએ કારગિલ યુદ્ધમાં દુશ્મનને પાછળ હટવા મજબૂર કરી મૂકી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને નમન કર્યું

રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને નમન કર્યું

દેશના રક્ષામંતરી રાજનાથ સિંહ કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂરા થવા પર ભારતીય સેનાના વીર જવાનો અે શહીદોને તેમના અદમ્ય સાહસ માટે નમન કર્યું, રક્ષામત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું, કારગિલ વિજયની 21મી વર્ષગાઠ પર હું ભારતીય સશસ્તર બળોના એ બહાદુર સૈનિકોને સલામ કરવા માંગું છું કે જેમણે હાલના ઇતિહાસમાં દુનિયાના સૌથી પડકારજનક સ્થિતિઓમાં દુશ્મનનો મુકાબલો કર્યો અને હું એવા લોકોનો આભારી છું જેઓ યુદ્ધમાં અક્ષમ થવા છતાં પોતાની રીતથી દેશની સેવા કરતા રહ્યા અને અનુકરણના યોગ્ય ઉદાહરણ સ્થાપિત કર્યા.

રક્ષામંત્રી શહીદોને શ્રદ્ધાંજલી આપશેજણાવી દઇએ કે આજે રક્ષામંત્રી, સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપશે.

જણાવી દઇએ કે આજે રક્ષામંત્રી, સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપશે.

દેશના આપણા વીરો પર ગર્વ છેઃ અમિત શાહ

જ્યારે ગૃહમત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે કારગિલ વિજય દિવસ ભારતના સ્વાભિમાન, અદ્ભુત પરાક્રમ અને દ્રઢ નેતૃત્વનું પ્રતીક છે. હું એ શૂરવીરોને નમન કરું છું, જેમણે પોતાના અદમ્ય સાહસથી કારગિલના દુર્ગમ પહાડીઓથી દુશ્મનોને ખદેડી ત્યાં પુનઃ તિરંગો લહેરાવ્યો. માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગર્વ છે.

527 ભારતીય જવાન શહીદ થયા હતા

527 ભારતીય જવાન શહીદ થયા હતા

1998ના શિયાળામાં કારગિલની ઉંચી પહાડીઓ પર પાકિસ્તાની ઘુસણખોરોએ કબ્જો જમાવી લીધો હતો. 1999ના ઉનાળાની શરૂઆતમાં જ્યારે સેનાને માલૂમ પડ્યું તે સેનાએ તેની વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું. 18 હજાર ફીટની ઉંચાઇ પર કારગિલમાં લડાયેલ આ જંગમાં 527 ભારતીય જવાન શહીદ થયા હતા. તે સૈન્ય ઓપરેશન આઠ મેના રોજ શરૂ થયું અને 26 જુલાઇના રોજ ખતમ થયું. બે મહિના સુધી ચાલેલ કારગિલ યુદ્ધ ભારતીય સેનાના સાહસ અને તાકાતનું એવું ઉદાહરણ છે જેના પર દરેક ભારતીય ગર્વ છે.

ચાર વીરોને પરમવીર ચક્રથી સમ્માનિત કરાયા

આ યુદ્ધ બાદ ચાર શુરવીરોને ભારતના સર્વોચ્ચ સૈન્ય સમ્માન પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા. જેમાં લેફ્ટીનેન્ટ મનોજ કુમાર પાંડે (પ્રથમ બટાલિયન, અગિયારમી ગોરખા રાઇફલ્સ, મરણોપરાંત), ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ (અઢારમી બટાલિયન, ધી ગ્રેનેડિયર્સ), રાઇફલમેન સંજય કુમાર (તેરમી બટાલિયન, જમ્મૂ કાશ્મીર રાઇફલ્સ) અને કેપ્ટન વિક્રમ બત્રા (તેરમી બટાલિયન, જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, મરણોપરાંત) સામેલ છે.

English summary
India celebrates 21st Kargil Vijay Diwas, Rajnath Singh remembered the courage of Indian Army.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X