For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોગરા હાઈટ્સ પરથી સેના હટાવવા મુદ્દે ભારત-ચીન સંમત, બીજી જગ્યાઓ પર વિવાદ યથાવત

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થતો જણાઈ રહ્યો છે. સરકારી સૂત્રો અનુસાર, બંને દેશો લગભગ છ મહિના સુધી ચાલેલી સરહદ મંત્રણા બાદ મડાગાંઠ સમાપ્ત કરવા માટે સંમત થયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થતો જણાઈ રહ્યો છે. સરકારી સૂત્રો અનુસાર, બંને દેશો લગભગ છ મહિના સુધી ચાલેલી સરહદ મંત્રણા બાદ મડાગાંઠ સમાપ્ત કરવા માટે સંમત થયા છે. ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં મુખ્ય પેટ્રોલિંગ પોઇન્ટ પર સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવા સંમત થયા છે.

Gogra Heights

આ સંમતિ PP17A પર શનિવારે કોર કમાન્ડર સ્તરની 12 વાતચીત દરમિયાન થઈ. આ બેઠક લદ્દાખમાં 15 મહિનાથી ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટેના શ્રેણીબદ્ધ પગલાંનો એક ભાગ હતો. આ બેઠક ચુશુલ-મોલ્ડો સરહદ પર ભારતીય જમીન પર યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન PP17A, જેને ગોગરા પોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાંથી પીછેહઠ કરવા સંમત થયુ છે, પરંતુ PP15 અથવા હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી ખસવા માટે સંમત નથી.

સૂત્રોએ કહ્યું કે, દરખાસ્તો સરકાર પાસે છે અને સૈનિકોની હિલચાલ કેવી રીતે થશે? આ અંગે ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં મુવમેન્ટ શરૂ થવાની સંભાવના છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં ચાર્ડિંગ-નિંગલુંગ નલ્લાહમાં ચીનની ઘુષણખોરી મુદ્દે ચર્ચા થઈ નથી.મીટિંગના 12 માં રાઉન્ડમાં PP17A પર સંમતિનું એક અલગ મહત્વ છે, કારણ કે મહિનાઓ સુધી અહીં વિવાદ હતો.

દેપસાંગમાં ચીની સેના ભારતીય સેનાને તેના પરંપરાગત પેટ્રોલિંગ પોઇન્ટ PP10, PP11, PP11A, PP12 અને PP13 સુધી પહોંચતા અટકાવી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ડેમચોકમાં "કથિત નાગરિકો" એ ચાર્ડીંગ નલ્લાહમાં ભારતીય બાજુએ તંબુ લગાવ્યા છે. સોમવારે સેના દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોએ સરહદ વિવાદ પર ઉંડાણપૂર્વક વાતચીત કરી હતી. આમાં સૈનિકોની વાપસી પર વાત થઈ અને આ સમય દરમિયાન પરસ્પર સમજણ વધારવામાં મદદ મળી. બંને પક્ષો આગામી રાઉન્ડમાં હોટ સ્પ્રિંગ અને ગોગરાના મુદ્દે વધુ વિગતવાર વાતચીત કરશે. નિવેદન અનુસાર, બંને પક્ષોએ બેઠકના આ રાઉન્ડને રચનાત્મક ગણાવ્યો, જેનાથી પરસ્પર સમજણ બની. સાથે સાથે હાલના કરારો અને પ્રોટોકોલ અનુસાર બાકીના મુદ્દાઓને ઝડપી ધોરણે ઉકેલવા સંમત થયા. વાટાઘાટો અને વાટાઘાટોની ગતિ જાળવવા માટે પણ સંમતિ બની. બંને પક્ષો એલએસી પર સ્થિરતા સુનિશ્ચિત કરવા અસરકારક પ્રયાસો ચાલુ રાખવા માટે પણ સંમત થયા.

English summary
India, China agree to withdraw troops from Gogra Heights, controversy continues elsewhere
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X