For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LAC પર બધુ એટલી જલ્દી સામાન્ય નહિ થાય, ચીની જવાનોને પીછેહટ કરવામાં લાગશે સમય

ભારતીય અધિકારીઓનુ માનવુ છે કે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ભારત અને ચીનની સેનાઓને પીછેહટ કરવામાં હજુ લાંબો સમય લાગશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય અધિકારીઓનુ માનવુ છે કે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ભારત અને ચીનની સેનાઓને પીછેહટ કરવામાં હજુ લાંબો સમય લાગશે. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના હવાલાથી લખ્યુ છે કે ભારતીય અને ચીની જવાનોના ટકરાવવાળા મુદ્દે પીછેહટ કરવુ એક લાંબી પ્રક્રિયા છે અને જેટલી જલ્દી લોકો વિચારી રહ્યા છે એટલી જલ્દી એ સંભવ નથી થઈ શકતુ. આ વાત તેમણે એ વખતે કહી જ્યારે ગુરુવારે અમુક એવા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ગલવાન ઘાટીથી બંને દેશોની સેનાઓ થોડી પાછળ હટી છે.

ladakh

હજુ પાછળ નથી હટી સેનાઓ

સૂત્રોની માનીએ તો હજુ સુધી સેનાઓના પાછળ હટવાનુ શરૂ નથી કર્યુ. એક અધિકારીએ કહ્યુ, 'આ એકદમ કોઈ ટેસ્ટ મેચની જેમ છે નહિ કે ટી-20 જ્યાં બધુ અમુક કલાકોમાં ખતમ થઈ જશે.' અધિકારીએ આને એક જટિલ પ્રક્રિયા ગણાવી દીધી. ગુરુવારની સવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને ચીનની સેના વચ્ચે 15 જીને ગલવાન ઘાટીમાં જ્યાં હિંસા થઈ હતી ત્યાંથી હવે પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનોએ પીછેહટ શરૂ કરી છે. સૂત્રો તરપથી આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે ચીની સેનાએ આ વિસ્તારમાં પોતાના જવાનોની સંખ્યામાં અમુક કમી છે. 15/16 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં ભારતીય સેનાા 20 જવાન શહીદ થઈ ગયા હતા.

22 જૂને થઈ હતી કમાંડર લેવલ વાતચીત

જ્યારે 22 જૂને મોલ્ડોમાં ભારત અને ચીન વચ્ચે કમાંડર સ્તરની વાતચીત થઈ હતી. ત્યારબાદ 24 જૂને બંને દેશો વચ્ચે રાજનાયિક સ્તરની વાતચીત થઈ હતી. સૂત્રોની માનીએ તો હાલમાં વધુ ચીની જવાન માત્ર ગલવાન ઘાટીમાં પીછેહટ કરી રહ્યા છે. ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચીને ટેન્ટ જેવો ઢાંચો ફરીથી પેટ્રોલિંગ પોઈન્ટ (પીપી) 14 આસપાસ તૈયાર કરી લેવામાં આવી છે. અહીં 15 જૂનની રાતે ભારતીય સેના અને પીએલએ વચ્ચે હિંસક ટકરાવ થયો હતો. છાપા મુજબ અહીં ઢાંચો કમાંડર્સ વચ્ચે થયેલી વાતચીત બાદ આવ્યો છે. જો કે અમુક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ ઈન્ડિયન આર્મીનો ટેન્ટ છે. નવી સેટેલાઈટ ફોટાના હવાલાથી અમુક એક્સપર્ટ એમ જ કહી રહ્યા છે.

J&K: ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠારJ&K: ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

English summary
India-China faceoff: Disengagement along LAC will take time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X