For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દે થઈ સંમતિ

લદ્દાખમાં ચીન અને ભારતમાં તણાવ વચ્ચે બંને દેશોના વિદેશ મંત્રાલયોના અધિકારીઓમાં બેઠક થઈ છે. આમાં ઘણી વાતે વિશે બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

લદ્દાખમાં ચીન અને ભારતમાં તણાવ વચ્ચે બંને દેશોના વિદેશ મંત્રાલયોના અધિકારીઓમાં બેઠક થઈ છે. આમાં ઘણી વાતે વિશે બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી છે. સંયુક્ત સચિવ (પૂર્વી એશિયા) નવીન શ્રીવાસ્તવ અને ચીની વિદેશ મંત્રાલયના ડીજી વુ જિયાંગહુ વચ્ચે શુક્રવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક થઈ. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે બંને પક્ષોએ હાલમાં ઘટનાક્રમ અને દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ વિશે વાતચીત કરી છે. ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગે પણ બેઠકમાં ભાગ લીધો. તેમણે મીટિંગનો ફોટો શેર કરીને કહ્યુ કે વાતચીત ઘણી સારી રહી. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણકે બંને દેશો માટે મિલિટ્રી કમાંડરોમાં શનિવારે સવારે વાતચીત થવાની છે જેની પહેલા આ મીટિંગ થઈ છે.

memeting

વિદેશ મંત્રાલય મુજબ ભારત અને ચીનના અધિકારીઓએ માન્યુ કે બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ, સ્થિર અને સંતુલિત સંબંધ વર્તમાન પરિસ્થિતિમાં સ્થિરતા માટે જરૂરી છે. બંને દેશોનુ માનવુ છે કે મતભેદોને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા જ ઉકેલવા જોઈએ. બંને પક્ષ એ વાત પર પણ સંમત થયા કે નેતૃત્વ તરફથી મળેલા માર્ગદર્શ અનુસાર, બંને પક્ષોએ એકબીજાનુ સમ્માન રાખીને અને ચિંતાઓને સમજીને શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી પોતાના મતભેદોને ખતમ કરવા જોઈઅ. આ ઉપરાંત બંને દેશોના અધિકારીઓએ કોરોના મહામારી અને બીજી મંચોના પડકારો વિશે પણ વાત કરી.

તમને જણાવી દઈએ કે બંને દેશોના મિલિટ્રી કમાંડરોમાં શનિવારે સવારે વાતચીત થશે. આ વાતચીત ચીનના મોલ્ડોમાં થશે. આ દરમિયાન 14 કૉર્પ્લના કમાંડર લેફ્ટેનન્ટ જનરલ હરિંદર સિંહ ચીનના મેજર જનરલ લિયુ લિન સાથે વાતચીત કરે. લિયુ લિન સાઈથ ઝિનંઝિંયાંગ મિલિટ્રી રીજનના કમાંડર છે. આ વાતચીતમાં ભારતચીન પેંગોન્ગ સો, ગલ્વાન ઘાટી અને ડેમચોકમાં બંને સેનાઓ વચ્ચે ચાલી રહેલ તણાવ ઘટાડવા મુદ્દે વાત કરશે. બંને પક્ષ શનિવારે પૂર્વ લદ્દાખમાં મહિનાથી ચાલી રહેલ ગતિરોધને સમાપ્ત કરવાના હેતુથી વિશેષ પ્રસ્તાવો પર ચર્ચા વિચારણા કરી શકે છે.

ભારત-ચીન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકમાં આ મુદ્દે થઈ સંમતિભારત-ચીન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકમાં આ મુદ્દે થઈ સંમતિ

English summary
India China meeting at diplomatic level, agree to handle differences through talks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X