For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરે

પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર સોમવારે રાતે શહીદ થયેલા 20 સૈનિકોના શબ તેમના ગૃહ રાજ્ય પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર સોમવારે રાતે શહીદ થયેલા 20 સૈનિકોના શબ તેમના ગૃહ રાજ્ય પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે 15 જૂને જ્યારે બંને દેશોની સેનાઓ વચ્ચે ડિસ-એન્ગેજમેન્ટ પ્રક્રિયા ચાલી રહી હતી એ વખતે ચીની સેનાએ અચાનક 16 બિહાર રેજીમેન્ટની ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કર્નલ સંતોષ બાબૂ જે કમાંડિંગ ઑફિસર (સીઓ) હતા, તેમની સાથે 20 સૈનિક શહીદ થઈ ગયા હતા. આ બધા સૈનિક દેશના 10 અલગ અલગ રાજ્યોથી આવતા હતા. ભારત અને ચીન વચ્ચે એલએસી પર 45 વર્ષ બાદ કોઈ ટકરાવ હિંસક બન્યો અને આટલા મોટા પાયે સૈનિક શહીદ થયા છે.

બુધવારે સેનાએ નામ કર્યા સાર્વજનિક

બુધવારે સેનાએ નામ કર્યા સાર્વજનિક

સેના તરફથી બુધવારે આ 20 શહીદોના નામ સાર્વજનિક કરવાામાં આવ્યા. આ હિંસક ટકરાવ દરમિયાન કમાંડિંગ ઑફિસર(સીઓ) 37 વર્ષના કર્નલ સંતોષ બાબૂ એ પેટ્રોલિંગ ટીમને લીડ કરી રહ્યા હતા જે ચીની સેના સાથે વાતચીત કરી રહ્યા હતા. મંગળવારે જ્યારે આ માહિતી સામે આવી તો પહેલા માત્ર ત્રણ સૈનિકોના શહીદ થવાની માહિતી હતી. પરંતુ રાત થતા થતા સેનાએ એ વાતની અધિકૃત પુષ્ટિ કરી દીધઈ કે 20 સૈનિક શહીદ થયા છે. સોમવારે રાતે લગભગ 11.30 વાગે ચીની સૈનિક અચાનક હિંસક થઈ ગયા હતા. કર્નલ બાબૂએ એ સાંજે ચીની કર્નલ સાથે મીટિંગ કરી હતી. સૂત્રો મુજબ કર્નલ બાબૂ પર ચીની સૈનિકોએ લોખંડની છડીથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત તેમના પર કાંટાની તારવાળા દંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા કલાકો સુધી જવાનો હથિયાર વિના લડતા રહ્યા.

ચીની જવાનોએ અમુક જવાનોને પહાડ પરથી ધક્કો માર્યો

ચીની જવાનોએ અમુક જવાનોને પહાડ પરથી ધક્કો માર્યો

સૂત્રોની માનીએ તો લગભગ 43 ચીની જવાન પણ આમાં માર્યા ગયા છે. જ્યારે અમેરિકી ઈન્ટેલીજન્સ રિપોર્ટની માનીએ તો આ ટકરાવમાં 35 ચીની જવાન માર્યા ગયા છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર રવિવાર એટલે કે 14 જૂને પણ અમુક જગ્યાએ પત્થરબાજી ચીન તરફથી થઈ હતી. ભારતીય સેનાની પેટ્રોલ ટીમ સોમવારે ચીની પક્ષ સાથે વાતચીત કરી રહી હતી. આ ટીમને કર્નલ સતોષ બાબૂ લીડ કરી રહ્યા હતી અને 16 બિહાર રેજીમેન્ટની ટીમ હતી. ચીની સેનાએ પીછેહટ કરવાની મનાઈ કરી દીધી અને જાણીજોઈને સ્થિતિને જટિલ બનાવી દીધી. ચીની જવાનોએ ભારતીય જવાનો પર મોટા મોટા પત્થર, કાંટાના તારથી લપેટાયેલા પત્થર અને ખીલી લગાવેલા દંડાથી હુમલો કર્યો. ચીની જવાનોએ અમુક ભારતીય જવાનોને પહાડની ટોચ પરથી નીચે ફેંકી દીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ હિંસક ટકરાવ લગભગ 3 કલાક સુધી ચાલ્યો હતો.

19 જૂને સર્વપક્ષીય બેઠક

19 જૂને સર્વપક્ષીય બેઠક

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ અને તણાવને જોતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. વળી, ભારત-ચીવ સીમા ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સીમા પર તણાવ વિશે મહત્વની બેઠક કરી હતી.

અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહ, હરિયાણામાં ભૂકંપના ઝટકા અનુભવાયાઅંદમાન- નિકોબાર દ્વીપ સમૂહ, હરિયાણામાં ભૂકંપના ઝટકા અનુભવાયા

English summary
India-China tension: 20 martyr soldiers' mortal remains reach 10 states for farewell to Ladakh bravehearts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X