For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China tension: ચીન સાથે તણાવ પર ઑસ્ટ્રેલિયા આવ્યુ ભારત સાથે, શહીદોને કર્યા સલામ

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે જ ઑસ્ટ્રેલિયાએ ભારતનો પક્ષ લીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવ વચ્ચે જ ઑસ્ટ્રેલિયાએ ભારતનો પક્ષ લીધો છે. ઑસ્ટ્રેલિયાએ કહ્યુ છે કે તેણે ભારતની એ કોશિશો પર ધ્યાન આપ્યુ છે જે ચીન સાથે ચાલી રહેલ ટકરાવને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ એલએસી પર શહીદ થયેલા 20 સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે 15 જૂને એલએસી પર 45 વર્ષ બાદ ટકરાવ હિંસક બન્યો અને આટલા મોટાપાયે સૈનિક શહીદ થયા છે.

ભારતને ઑસ્ટ્રેલિયાનુ સમર્થન

ભારતને ઑસ્ટ્રેલિયાનુ સમર્થન

ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર બૈરી ઓ ફારેલ તરફથી બુધવારે એક અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ. તેમના નિવેદનથી ઈશારો મળે છે કે ઑસ્ટ્રેલિયા અત્યારે ભારતના પક્ષમાં છે. ફારેલે એ વાત પર ધ્યાન આપ્યુ કે ગલવાનમાં ચીન સાથે ટકરાવને ખતમ કરવા માટે અને સ્થિતિને સામાન્ય કરવા માટે ભારત સતત કોશિશ કરી રહ્યુ છે. આ ઉપરાંત ચીન સાથે વિવાદ પર ઑસ્ટ્રેલિયાએ ભારતના સંયમની પ્રશંસા કરી છે.

ભારતીય સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

હાઈ કમિશ્નર ફારેને કહ્યુ, 'અમે ભારતની એ કોશિશો પર ધ્યાન આપીએ છીએ જે બૉર્ડર પર તણાવને ઘટાડવા માટે ચાલુ છે અને ભારતીય સૈનિકોના પરિવારવાળા પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે.' ત્યારબાદ ફારેલે આગળ કહ્યુ, 'એક મિલિટ્રી ઑફિસરના પિતા હોવાના નાતે હું એ બધા સૈનિકોના બલિદાનને સમ્માન આપુ છુ જે દેશની સુરક્ષામાં કરવામાં આવે છે.' આ સાથે જ તેમણે ચીન સાથે ચાલી રહેલ તણાવ પર ભારતનુ સમર્થન કરવાની વાત કહી છે.

કોવિડ-19 બાદ ચાલી રહ્યો છે તણાવ

કોવિડ-19 બાદ ચાલી રહ્યો છે તણાવ

ઑસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે તણાવ નવા સ્તર પર પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસને ચીનને ઝાટકી દીધુ છે કે તે દાદાગિરીથી ડરવાના નથી. ઑસ્ટ્રેલિયા તરફથી કોરોના વાયરસના સ્ત્રોત અને તેના ફેલાવાના કારણો શોધવા માટે ઈન્ટરનેશનલ ઈન્ક્વાયરીની માંગ કરી છે. ત્યારબાદથી જ ચીન સાથે તેમના રાજનાયિક તણાવ વધી રહ્યા છે. કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાનથી નીકળ્યો હતો. ઑસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન(ઈયુ) તરફથી દબાણ બાદ ગયા મહિને વર્લ્ડ અસેમ્બલી (ડબ્લ્યુએચએ) કોરોના વાયરસ મહામારી પર એક સ્વતંત્ર પરીક્ષણ માટે મજબૂર થયા હતા.

India-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરેIndia-China tension: ત્રિરંગામાં લપેટાયેલા 20 બહાદૂર શહીદોના શબ પહોંચ્યા તેમના ઘરે

English summary
Australia supports India over standoff issue with China in Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X