For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China: લેહના ચુશુલમાં ચીની જનરલ સાથે આજે વધુ એક મીટિંગ

ભારત અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે અને આ ટકરાવને ખતમ કરવા માટે આજે ફરીથી ભ઼ારત અને ચીન વચ્ચે કોર કમાંડર વાતચીત થશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે અને આ ટકરાવને ખતમ કરવા માટે આજે ફરીથી ભ઼ારત અને ચીન વચ્ચે કોર કમાંડર વાતચીત થશે. ભારત અને ચીન વચ્ચે તણાવને ખતમ કરવા માટે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર આ આવી ત્રીજી મીટિંગ છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આર્મી અને પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ) વચ્ચે ટકરાવ હિંસક થઈ ગયુ હતુ. આ હિંસક ટકરાવમાં ભારતીય સેનાના 20 સૈનિક શહીદ થઈ ગયા હતા જેમાં 16 બિહાર રેજીમેન્ટના કમાંડિંગ ઑફિસર(સીઓ) કર્નલ સંતોષ બાબુ પણ હતા.

india-china

આ વખતે લેહના ચુશુલમાં મુલાકરાત મંગળવારે ભારતીય અને ચીની અધિકારી લેહ જિલ્લામાં આવનાર ચુશુમમાં મળશે. મીટિંગ સવારે 10.30 વાગે શરૂ થશે જેનુ નેતૃત્વ લેહ સ્થિત 14 કોરના કમાંડર લેફ્ટનન્ટ જનકલ હરિંદર સિંહ કરશે. 14 કમાંડ, જેને ફાયર એન્ડ ફ્યુરી નામથી પણ જાણે છે, પર એલએસીની મોટી જવાબદારી છે. ભારત અને ચીન વચ્ચે 22 જૂને બીજી વાર કોર કમાંડર વાતચીત અને પહેલી વાતચીત છ જૂને થઈ હતી. છ અને 22 જૂને મીટિંગ ચીનના ભાગવાળા મોલ્ડોમાં થઈ હતી. બંને દેશો વચ્ચે પાંચ મેથી ટકરાવ ચાલુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે પણ મીટિંગ ભારત તરફથી ચીની સેના પાસે માંગ કરવામાં આવી શકે છે કે તે ટકરાવવાળા પોઈન્ટથી પીછેહઠ અને એપ્રિલ 2020વાળી યથાસ્થિતિ ચાલુ કરે.

11 કલાક સુધી ચાલી હતી ગઈ મીટિંગ

છેલ્લી મીટિંગમાં લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહે સાઉથ શિનજિયાંગ ડિસ્ટ્રીક્ટના કમાંડર મેજર જનરલ લિયુ લિનને સ્પષ્ટ કરી દીધુ હતુ કે ચીની સેનાને પીઠેહટ જ કરવુ પડશે. આ મીટિંગ લગભગ 11 કલાક સુધી ચાલી હતી. સેના તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ, 'ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં થયેલી કોર કમાંડર સ્તરની વાતચીત સકારાત્મક રહી છે. વાતચીત એક સકારાત્મક, પરસ્પર સૌહાર્દ અને સૃજનાત્મક માહોલમાં થઈ.' ચીની સેના પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે સ્થિત ફિંગર એરિયા ઉપરાંત પેટ્રોલિંગ પોઈન્ટ (પીપી) 14, પીપી 17, પીપી 17એ પર બનેલા છે. સેના્ની તરફથી આજની મીટિંગ સ્પષ્ટ કરવામાં આવી શકે છે કે પીએલએ જવાનોને ગલવાન ઘાટીની યથાસ્થિતિ ચાલુ કરવી પડશે. આ ઉપરાંત બીજી રણનીતિક એરયા જેવા કે ફિંગર એરિયા, ગોગરા પોસ્ટ અને હૉટ સ્પ્રિંગ્સથી પણ પાછળ હટવુ પડશે. ફિંગર એરિયામાં પીએલએએ બંકર્સ ઉપરાંત પિલબૉક્સીઝ( રૂમ જેવો દેખાતો ઢાંચો) અને એક ઑબ્ઝર્વેશન પોસ્ટ તૈયાર કરી દીધી છે.

કોરોના સંકટ અને ચીન સાથે તણાવ વચ્ચે આજે દેશને સંબોધન કરશે પીએમ મોદીકોરોના સંકટ અને ચીન સાથે તણાવ વચ્ચે આજે દેશને સંબોધન કરશે પીએમ મોદી

English summary
India-China tension: core commanders meeting on border stand off in Chushul today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X