For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China faceoff: 6 નવેમ્બરે બંને દેશો વચ્ચે 8માં રાઉન્ડની કોર કમાંડર વાતચીત

ભારત અને ચીન વચ્ચે આઠમાં રાઉન્ડની કોર કમાંડર વાતચીત છ નવેમ્બરે થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે આઠમાં રાઉન્ડની કોર કમાંડર વાતચીત છ નવેમ્બરે થશે. બંને દેશો વચ્ચે છેલ્લા છ મહિનાથી પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ટકરાવ ચાલુ છે. આ વાતચીત દ્વારા એક વાર ફરીથી ટકરાવને ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે. 12 ઓક્ટોબરે બંને દેશોની સેનાઓના કોર કમાંડર ચુશુલમાં મળ્યા હતા. પરંતુ દર વખતની જેમ તે વાતચીત પણ પરિણામહીન ખતમ થઈ ગઈ હતી. તે મીટિંગ લગભગ 12 કલાક ચાલી હતી.

ladakh

ફિંગર 4થી હટવા માટે મૂકી શરત

ઈન્ડિયન આર્મી તરફથી 14 કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન વાતચીતનુ નેતૃત્વ કરશે. લે. જનરલ મેનને ઓક્ટોબરમાં આ કમાનની જવાબદારી સંભાળી છે. પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) તરફથી મેજર જનરલ લિયુ લિન એક વાર ફરીથી સમજૂતીનો પ્રસ્તાવ લઈને હાજર થશે. પાંચ મેથી ભારત અને ચીન વચ્ચે ટકરાવ શરૂ થયો હતો. તણાવ ખતમ કરવા માટે વાતચીત પહેલા ચીન તરફથી એક શરત મૂકવામાં આવી છે. પરંતુ સૂત્રોની માનીએ તો ભારતે આ માનવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પીએલએ તરફથી પેંગોંગ ત્સોની ફિંગર 4થી જવાનોને હટાવવા માટે આ શરત રાખવામાં આવી હતી. ફિંગર 4 તે હિસ્સો જ્યાં સુધી ભારતની સેના પેટ્રોલિંગ કરતી હતી પરંતુ મે મહિનાથી જ પીએલએ તરફથી આમાં અડચણો ઉભી કરવામાં આવી. અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએલએ ભારતની સેના સામે શરત મૂકી હતી કે ઈન્ડિયન આર્મી માત્ર ફિંગર 3 સુધી પેટ્રોલિંગ કરશે. વળી, ચીનના જવાનો માટે ફિંગર 5 સુધી પેટ્રોલિંગની વાત આ શરત હેઠળ કહેવામાં આવી.

ભારતે ઠુકરાવી ચીનની માંગ

ફિંગર 8 સુધી એલએસીને માન્યતા આપે છે પરંતુ ચીન આનો વિરોધ કરતુ આવ્યુ છે. જો ભારત આ શરતને માની લે તો આનો સીધો અર્થ એ થાય કે ફિંગર 4 અક્સાઈ ચીનની સીમામાં આવી જાય અને ઈન્ડિયન આર્મીને એ બિલકુલ મંજૂર નહોતુ. આ સમગ્ર બાબતે પીએલએ વધુ મુશ્કેલ બનાવી દીધી છે. પીએલએ ફિંગર 8થી ફિંગર 4 સુધી રસ્તો તૈયાર કર્યો છે જ્યારે ભારતીય સેના અહીં રસ્તો કેવી રીતે તૈયાર થાય તેના પર વિચાર કરી રહી છે. ફિંગર 4 પર 5800 મીટરની ઉંચાઈ પર ભારત અને ચીનના સૈનિક હજુ સુધી સામ-સામે છે. ભારતની તરફથી પેંગોંગ ત્સોના દક્ષિણમાં સ્થિત રેજાંગ લા અને રાકિન લા પાસને ખાલી કરવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દીધો છે.

US: મત ગણતરીમાં લાગી શકે છે અમુક દિવસોનો સમય, જાણો કારણUS: મત ગણતરીમાં લાગી શકે છે અમુક દિવસોનો સમય, જાણો કારણ

English summary
India-China tension: Military talks to take place on November 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X