For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Corona Update : છેલ્લા 24 કલાકમાં 24 ટકાના વધારા સાથે 23,529 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બુધવારના રોજ આ આંકડો 18,870 હતો. આજના આંકડા ઉમેર્યા બાદ હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,739,980 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં 311 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક બુધવાર કરતા ઓછો છે.

|
Google Oneindia Gujarati News

India Corona Update : 30 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલે​કે​ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના પોઝિટિવ કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23,529 પોઝિટિવ કેસ નોંધાયા છે.

બુધવારના રોજ આ આંકડો 18,870 હતો. આજના આંકડા ઉમેર્યા બાદ હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,739,980 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં 311 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક બુધવાર કરતા ઓછો છે. બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડામાં આ મૃત્યુઆંક તેના છેલ્લા એક દિવસમાં 378 હતો. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,48,062 દર્દીઓના મોત થયા છે.

India Corona Update

કોરોનાના આજના આંકડા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસ સંક્રમણના કુલ કેસના 1 ટકા કરતા પણ ઓછા છે. સક્રિય કેસનો દર હાલમાં 0.82 ટકા છે, જે માર્ચ 2020ના સ્તરથી ઘણો નીચે છે. કુલ સક્રિય કેસ હાલમાં 2,77,020 છે, જે 195 દિવસમાં સૌથી ઓછા છે. દેશનો રિકવરી રેટ હાલમાં 97.85 ટકા છે, જે માર્ચ 2020થી સ્તરથી ઉપર છે.

છેલ્લા 24 કલાકમાં 28,718 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3,30,14,898 લોકો કોરોના મુક્ત થયા છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.74 ટકા છે. છેલ્લા 97 દિવસથી વીકલી પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે રહ્યો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.56 ટકા છે. છેલ્લા 31 દિવસથી ડેઇલી પોઝિટિવિટી દર 3 ટકાથી નીચે રહ્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસીના 65,34,306 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 88.34 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 56.89 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Gujarat Corona Update : રાજ્યમાં સક્રિય કોવિડ કેસ 150ને પાર

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી બુધવારના રોજ રાજ્યમાં સક્રિય કેસમાં 8નો વધારો થયો હતો. હાલ રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 156 પર પહોંચી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ સક્રિય કેસનો આંકડો 150ને પાર થયો છે. આ સાથે રાજ્યમાં 20 કે તેથી વધુ કેસ નોંધાયા હોય તેવો આ સતત ચોથો દિવસ છે.

English summary
More than 23,000 cases of corona have been reported in the country in the last 24 hours, according to figures released by the health ministry. In the last 24 hours, 23,529 cases of corona have been reported in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X