For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Corona Update : છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ નોંધાયા, 18 ટકાનો વધારો

કોરોનામાંથી સાજા થતા લોકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 32,815,731 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 282 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુની કુલ સંખ્યા 446,050 થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31,923 કેસ નોંધાયા છે, જે સાથે દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33,563,421 થઇ ગઇ છે. બીજી તરફ જો આપણે કોરોનાના સક્રિય કેસ વિશે વાત કરીએ તો તે વધીને 301,640 થઈ ગયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 31,990 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે.

India Corona Update

કોરોનામાંથી સાજા થતા લોકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 32,815,731 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 282 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુની કુલ સંખ્યા 446,050 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનના 71,38,205 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના કુલ 83,39,90,049 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20 નવા કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે 20 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના 2 પોઝિટિવ કેસ નોંધાયો હતા. સુરતમાં 5 અને વડોદરામાં 3 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સંક્રિય કેસની સંખ્યા 133 છે.

રાજ્યમાં કુલ 10,082 લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 8,15,556 દર્દી કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 133 છે. આ વચ્ચે રાહતની વાત છે કે, દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 31,990 દર્દીઓ સાજા થયા છે. જે બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 301,640 થઇ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 97.77 ટકા નોંધાયો છે. દેશમાં કુલ રસીકરણની સંખ્યા 83.39 કરોડને પાર થઇ છે. બુધવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં કોરોના રસીના 71,38,205 ડોઝ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કોવિડ 19 રસીના 85.2 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતમાં એક દિવસમાં રસીના 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિન પોર્ટલ પર રાત્રે 11:59 કલાકે ઉપલબ્ધ ડેટા મુજબ શનિવારના રોજ દેશભરમાં 85.2 લાખથી વધુ COVID 19 રસી ડોઝ આપવામાં આવી છે. શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણનો રેકોર્ડ નોંધાયા બાદ આ આકડામાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

English summary
In the last 24 hours, 31,923 new cases of corona virus have been reported in the country, while 282 people have died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X