For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

india corona updates : છેલ્લા 24 કલાકમાં 7 ટકાના વધારા સાથે કોરોનાના 27,176 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 27,176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સોમવાર કરતા લગભગ 7 ટકા વધારે છે. દેશમાં છેલ્લા 4 દિવસોથી કોરોનાના 30 હજારથી ઓછા કેસ નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27176 નવા કેસ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 27,176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સોમવાર કરતા લગભગ 7 ટકા વધારે છે. દેશમાં છેલ્લા 4 દિવસોથી કોરોનાના 30 હજારથી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,176 નવા કેસ નોંધાયા છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા 3,51,087 છે. રિકવરી રેટ હાલમાં 97.62 ટકા પર છે.

india corona updates

છેલ્લા 24 કલાકમાં 38,012 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,25,22,171 લોકો કોરોનાથી સાજા થયા છે. વિકલી પોઝિટિવિટી રેટ 2.00 ટકા છે, જે છેલ્લા 82 દિવસોથી 3 ટકાથી નીચે રહ્યો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 1.69 ટકા છે, જે છેલ્લા 16 દિવસથી 3 ટકાથી નીચે છે. અત્યાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 75.89 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

અમેરિકામાં કોરોના ડેલ્ટા વાયરસના લક્ષણ ભારત જેવા

અમેરિકામાં કોરોનાના ખતરનાક અને અત્યંત ઘાતક ડેલ્ટા વાયરસને કારણે હાલની લહેર ટૂંક સમયમાં તેની ટોચ પર પહોંચી શકે છે અને બાદમાં ઘટી શકે છે, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો બેદરકારી અને નરમાશની સ્થિતિ સમાન રહેશે, તો આ વાયરસ આપણા જીવનનો એક ભાગ બની જશે અને તેને દૂર કરવામાં ઘણા વર્ષો લાગશે. સોમવારના રોજ અમેરિકામાં કોરોનાના દૈનિક કેસની સાપ્તાહિક સરેરાશ 1,72,000 હતી. જે કોરોનાની હાલની લહેરનું ઉચ્ચતમ સ્તર હતું. ભારતમાં કોરોનાનો વર્તમાન ગ્રાફ દૈનિક કેસમાં 30-35 હજાર સુધી આવી ગયો છે.

દિલ્હીમાં સતત સાતમા દિવસે એક પણ મોત નહીં

મંગળવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 38 નવા કેસ નોંધાયા છે. મંગળવારના

રોજ સતત સાતમા દિવસે કોરોના વાયરસના સંક્રમણને કારણે મોત નોંધાયું ન હતું. દિલ્હીનો મૃત્યુઆંક 25,083 છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર 0.05 ટકા છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 400 થઈ ગઈ છે. અહીં કોરોનામાંથી રિકવરી રેટ 98.22 ટકા છે.

આ અગાઉ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વહેલી તકે કોરોનાની રસી લેવા માટેનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, 60 કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. નોંધપાત્ર છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું છે કે, ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, તેથી દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે, થોડી બેદરકારી મોટો ખતરો બની શકે છે. AIIMS ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, નાની બેદરકારીના પણ હાનિકારક પરિણામો આવી શકે છે.

English summary
In the last 24 hours, 27,176 new cases of corona have been reported in India, an increase of about 7 per cent over Monday. Less than 30,000 cases of corona have been reported in the country in the last four days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X