For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Covid Update : છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા પોઝિટિવ કેસ નોંધાયા

દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, પરંતુ આ વખતે જે લોકો સંક્રમિત જોવા મળ્યા છે, તેઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

India Covid Update : દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, પરંતુ આ વખતે જે લોકો સંક્રમિત જોવા મળ્યા છે, તેઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 લોકોના મોત થયા છે, જ્યારે 3,52,784 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી પાછા ફર્યા છે.

ભારતમાં કોરોના વાયરસ માટે 16,15,993 સેમ્પલ ટેસ્ટ કરાયા

ભારતમાં કોરોના વાયરસ માટે 16,15,993 સેમ્પલ ટેસ્ટ કરાયા

હાલમાં દેશમાં 18,84,937 એક્ટિવ કેસ છે, જ્યારે દેશનો ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને 14.50 ટકા થઈ ગયો છે. તેથી રસીકરણની કુલ સંખ્યા 1,65,70,60,692 પરપહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, 'સબકા સાથ, સબકા પ્રયાસ' ના મંત્ર સાથે, ભારતમાં 75 ટકા પુખ્ત વસ્તીએ રસીના બંનેડોઝ મેળવ્યા છે.

તો શનિવારના રોજ ભારતમાં કોરોના વાયરસ માટે 16,15,993 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 28 જાન્યુઆરી સુધીમાં કુલ 72,73,90,698 સેમ્પલટેસ્ટ કરવામાં આવ્યા છે.

જો આપણે રાજ્યોની વાત કરીએ તો, મિઝોરમમાં કોરોના વાયરસના 1,819 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે ઝારખંડમાં છેલ્લા24 કલાકમાં કોવિડના 1,038 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3,675 લોકોને રજા આપવામાં આવી હતી અને 3 લોકોના મોત થયા હતા.

મોટાભાગના રાજ્યોમાં એક્ટિવ કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો

મોટાભાગના રાજ્યોમાં એક્ટિવ કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો

શનિવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની સ્થિતિ અને રસીકરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

જેમાં મુખ્ય સચિવો/અતિરિક્ત મુખ્યસચિવો, 5 રાજ્યો ઓડિશા, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના માહિતી કમિશનર શામેલ થયા હતા.

મીટિંગમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં મોટાભાગના રાજ્યોમાં એક્ટિવ કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

સાવચેતી જ એકમાત્ર રક્ષણ

સાવચેતી જ એકમાત્ર રક્ષણ

ઉલ્લેખીય છે કે, આ કોરોનાની ત્રીજી લહેર છે, જેના વિશે એક ખાનગી હોસ્પિટલ, મેક્સ હેલ્થકેરે તેના અભ્યાસના આધારે દાવો કર્યો છે કે, કોરોના વાયરસના વર્તમાનકોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણથી મૃત્યુ પામેલા 60 ટકા દર્દીઓએ વેક્સિન લીધી ન હતી.

આ વખતે દર્દીઓ ચોક્કસપણે વધ્યા છે, પરંતુ પરિસ્થિતિ ભયંકર નથી,પરંતુ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો હતો, ત્યારે તમારે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. કારણ કે, સાવચેતી જ એકમાત્ર રક્ષણ છે.

English summary
India Covid Update : 2,34,281 new positive cases were reported, with 75% being vaccinated In the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X