For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Covid Update : છેલ્લા 24 કલાકમાં 2.38 લાખ કેસ નોંધાયા, સંક્રમણ દર 14.43 ટકા

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા કોરોના દર્દીઓ મળવાની ગતિ થોડી ધીમી પડી છે.

|
Google Oneindia Gujarati News

India Covid Update : ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા કોરોના દર્દીઓ મળવાની ગતિ થોડી ધીમી પડી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,38,018 કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા કરતા 20,071 ઓછા છે. તેમજ રવિવારના રોજ 1,57,421 લોકો સાજા થયા હતા અને 310 લોકોના મોત થયા હતા.

17 લાખથી વધુ એક્ટિવ કેસ

17 લાખથી વધુ એક્ટિવ કેસ

ચિંતાની વાત એ છે કે, ભારત હવે એવા 10 દેશોમાં શામેલ છે, જ્યાં સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું છે કે, હાલમાં 17,36,628સક્રિય દર્દીઓ છે.

આ સિવાય કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કુલ 8,891 કેસ નોંધાયા છે. જેમાં રવિવારના રોજ 8.31 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દૈનિક કોવિડ પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 8,891 સંક્રમિત લોકો મળી આવ્યા છે.

જો આ સંખ્યા જોવામાં આવે તો તે સ્પષ્ટ છેકે, આપણા દેશમાં ઓમિક્રોનનો પ્રકોપ અન્ય દેશોની તુલનામાં ખૂબ ઓછો છે. આ સારી વાત છે.

અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ ડોઝ અપાયા

અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ ડોઝ અપાયા

કોરોના રસીકરણની વાત કરીએ તો, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 158.04 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. અહીં દરરોજ લાખો લોકોને ડોઝ કરવામાંઆવે છે. જો કે, રસી લીધેલા લોકોને પણ કોરોના થઈ રહ્યો છે.

આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા એન ચંદ્રબાબુ નાયડુ કોરોનાથીસંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 35 પોલીસકર્મીઓ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે, મુંબઈ પોલીસમાં સક્રિય કેસની કુલસંખ્યા હવે 1,341 છે.

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં કોવિડ 19 ટેસ્ટિંગની પ્રથમ લેબ ખોલાઇ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં કોવિડ 19 ટેસ્ટિંગની પ્રથમ લેબ ખોલાઇ

ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં ગઈકાલે કોરોના વાયરસના 6,982 નવા કેસ નોંધાયા હતા, 2,281 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 11 લોકોનાકોરોનાને કારણે મૃત્યુ થયા હતા.

આવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં 2,827 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 1093 જમ્મુમાંથી અને 1734 કાશ્મીરમાંથી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં હવે 17,928 એક્ટિવ કેસ છે. એવી પણ માહિતી છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં કોવિડ 19 ટેસ્ટિંગની પ્રથમ લેબ ખોલવામાંઆવી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, આનાથી અહીંના સામાન્ય માણસને ઘણો ફાયદો થશે.

English summary
India Covid Update : 2.38 lakh cases reported in last 24 hours, transition rate 14.43 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X