For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી

કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ચીન અને પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર પર આવેલ જોઈન્ટ સ્ટેટમેન્ટને ફગાવી દીધું. ચીનના વિદેશ મંત્રી વાંગ વાઈ મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં હતા અને અહીં તેમણે પાક વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે મુલાકાત કરી હતી. વાઈએ પોતાના આ પ્રવાસ પર સ્પષ્ટ કરી દીધું હતું કે કાશ્મીર મામલે તેમનો દેશ ઈસ્લામાબાદ સાથે છે. વિદેશ મંત્રાલયે કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો.

kashmir

પાકિસ્તાને કબ્જો કરી રાખ્યો

મંગળવારે વિદેશ મંત્રાલય તરફથી જે નિવેદન આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાસ્મીર ભારતનો એક આંતરિક ભાગ છે. એવામાં ભારત, ચીન અને પાકિસ્તાન તરફથી જાહેર જૉઈન્ટ સ્ટેટમેન્ટમાં કાશ્મીરના ઉલ્લેખને ફગાવે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ભારતે સતત ચીન અને પાકિસ્તાનને લઈ સીપીઈસી પ્રોજેક્ટ્સને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષ 1947થી પાકિસ્તાને આના પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ વાઈએ સોમવારે એ વાતનો પ્રણ લીધો કે તેમનો દેશ હંમેશા પાકિસ્તાનની મદદ કરતો રહેશે. વાંગ વાઈ મુજબ ચીન અને પાકિસ્તાન બંને 'ઑલ વેધર' ભાગીદાર છે.

કાશ્મીર મુ્દ્દે ચીન પાકિસ્તાન સાથે

ચીને આની સાથે જ કાશ્મીર મામલે પાકને પોતાનું સમર્થન આપ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાન અને ભારત વચચે પાંચ ઓગસ્ટથી જ તણાવની સ્થિતિ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ વાઈએ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાવજા સાથે મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું, ક્ષેત્રની સ્થિતિઓ કેવી બદલે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી, ચીન હંમેશા પાકિસ્તાન તરફ રહેશે અને સંપ્રભુતા, સન્માન અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષામાં તેની મદદ કરતો રહેશે. વાંગે કહ્યું કે પાકિસ્તાન, ચીનનો એક રણનૈતિક ભાગીદાર છે અને તેની સાથે કોઈ પહાડની જેમ સંબંધ મજબૂત છે.

<strong>બોર્ડર પર શંકાસ્પદ બોટ, ગુજરાત માર્ગે દક્ષિણી રાજ્યોમાં હુમલાની સંભાવના</strong>બોર્ડર પર શંકાસ્પદ બોટ, ગુજરાત માર્ગે દક્ષિણી રાજ્યોમાં હુમલાની સંભાવના

English summary
India criticized Pakistan and China for mentioning Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X