પાક.માં કુલભૂષણ જાધવની ફાંસી પર આંતરરાષ્ટ્રીય અદાલતની રોક

Written By:
Subscribe to Oneindia News

જાસૂસીના આરોપમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાન માં ફાંસીની સજા આપવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા આ સજા પર રોક લગાવવામાં આવી છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ ફાંસી પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી હતી.

kulbhushan jadhav

પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાસૂસીના આરોપમાં ભારતીય નૌસેના ના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી છે. ભારતે આ સજા મામલે રોષ વ્યક્ત કર્યો હતો તથા જાધવને બચાવવાના દરેક સંભવ પ્રયાસ કરવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને જાસૂસી તથા દેશ વિરોધી કાવતરું રચવાના આરોપ હેઠળ ફાંસીની સજા સંભળાવી છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પહેલા કહી ચૂક્યાં છે કે, તેઓ કોઇ પણ ભોગે કુલભૂષણ જાધવને ભારત પરત લાવીને જ રહેશે.

English summary
India gets stay order on Kulbhushan Jadhav sentence from International Court of Justice.
Please Wait while comments are loading...