મોદીનું ટ્વિટ બન્યું 'ગોલ્ડન ટ્વિટ-2014'
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ટ્વિટને 'ગોલ્ડન ટ્વિટ-2014'ના ખિતાબથી નવાજમાં આવ્યા છે. ગોલ્ડન ટ્વિટ અર્થાત એ ટ્વિટ જેને વારંવાર રિટ્વિટ કરવામાં આવ્યું હોય. આ જાણકારી બુધવારે ટ્વિટર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીથી માલૂમ પડી.
ટ્વિટર ઇન્ડિયા દ્વારા જારી આંકડાઓ અનુસાર નરેન્દ્ર મોદી દ્વારા 16 મે 2014ના રોજ કરવામાં આવેલી ટ્વિટને સૌથી વધારે વખત રીટ્વિટ કરવામાં આવી હતી. આ ટ્વિટને 70,513 લોકોએ રીટ્વિટ કર્યું છે. મોદીએ આ ટ્વિટમાં લખ્યું હતું, 'આ જીત ભારતની જીત છે, અને સારા દિવસો આવવાના છે.'

India has won! भारत की विजय। अच्छे दिन आने वाले हैं।
— Narendra Modi (@narendramodi) May 16, 2014 ઇસરો દ્વારા મંગળયાનના સફળ પ્રક્ષેપણ પહેલા બે ટ્વિટ પણ શ્રેષ્ઠ 10 રિટ્વિટમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા. આસૂચિમાં રમતના એક ટ્વિટને પણ સ્થાન મળ્યું છે. સચિન તેંડુલકર દ્વારા ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી ફિલ હ્યૂઝને આપવામાં આવેલી ભાવભીની શ્રદ્ધાંજલિવાળા ટ્વિટે આ સૂચિમાં સ્થાન બનાવ્યું.
વર્ષ 2014માં ભારતના શ્રેષ્ઠ 20 ટ્વિટર એકાઉંટ પર બોલીવુડનો દબદબો રહ્યો. ટ્વિટર પર ફોલો કરવામાં આવતા શ્રેષ્ઠ 10 લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાદ કરતા તમામ નામો બોલીવુડ સ્ટાર્સના નામ રહ્યા.












Click it and Unblock the Notifications
