જેઇએમ ચીફ અઝહર મસૂદ ઘોષિત થઇ શકે છે આંતરરાષ્ટ્રીય આતંકવાદી

Subscribe to Oneindia News

ભારત આ વર્ષના અંત સુધીમાં આતંકવાદની વિરુદ્ધમાં મહત્વનું પગલુ ઉઠાવી શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવી શકે છે. યૂએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે ભારત આના પર ધીરજથી કામ કરી રહ્યુ છે અને બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યુ છે. પઠાણકોટ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલુ ઉઠાવ્યુ હતુ. અઝહર મસૂદ આ હુમલાનો માસ્ટર માઇંડ હતો.

masood azhar

ઇંડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં અકબરુદ્દીને કહ્યુ કે, 'અમે ધીરજથી પરંતુ ઘણા બધા દેશો સાથે કામ કરી રહ્યા છે, અમને આશા છે કે સભ્યોના સહયોગથી અમે અમારુ લક્ષ્ય મેળવીને રહીશુ. આ લક્ષ્ય એક આતંકવાદીને લિસ્ટમાં લાવવાનું છે જે એક આતંકવાદી સંગઠન ચલાવી રહ્યો છે. અમે અડધુ કામ કરી દીધુ છે અને આશા છે કે જલ્દી તેને પૂરુ કરવામાં આવશે.


તમને જણાવી દઇએ કે પઠાણકોટ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલુ ઉઠાવ્યુ હતુ. અઝહર મસૂદ આ હુમલાનો માસ્ટર માઇંડ હતો. ભારતે આ વર્ષે રિઝોલ્યુશન 1267 હેઠળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિ સામે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

English summary
India hopes to get Jaish-e-Mohammad chief Masood Azhar designated as a global terrorist by the end of the year.
Please Wait while comments are loading...