સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા માટે ભારત સદા ઋણી રહેશે: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે સરદાર વલ્લભભાઇ પટેલને હું તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા બાદ પણ ભારતના નાના મોટા 565 રજવાડાઓને ભેગા કરી દેશને એક કર્યો હતો. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી.












Click it and Unblock the Notifications
