For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે વિશ્વના 100થી વધુ દેશોમાં સપ્લાય થાય છે ભારતના બુલેટ પ્રૂફ જેકેટ

આજે વિશ્વના 100થી વધુ દેશોમાં સપ્લાય થાય છે ભારતના બુલેટ પ્રૂફ જેકેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં મંદીના મારની વચ્ચે એક ગુડ ન્યૂજ પણ આવી રહી છે. જે ભારતમાં સેના અને અર્ધસૈનિક બળો માટે પર્યાપ્ત બુલેટ પ્રુફ જેકેટ્સ નથી, ત્યાં હવે આ જેકેટ્સની નિકાસ બીજા દેશોને કરવામાં આવવા લાગ્યું છે. આ જાણકારી ખુદ ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાને આપી છે. જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા અહેવાલ આવ્યા હતા કે દેશમાં જવાનોને સારી ક્વૉલિટીના બુલેટપ્રૂફ જેકેટ્સ નથી મળી શકતાં. એવામાં આવા અહેવાલ મળવા ખરેખર સકારાત્મક સંકેત કહી શકાય છે.

અમેરિકા, ફ્રાન્સ અને જર્મની બાદ ભારત

અમેરિકા, ફ્રાન્સ અને જર્મની બાદ ભારત

ભારત એક બે નહિ બલકે 100થી વધુ દેશોને બુલેટપ્રૂફ જેકેટ્સ નિકાસ કરવા લાગે છે જેમાં કેટલાક યૂરોપિયન દેશ પણ સામેલ છે. અમેરિકા, યૂકે અને જર્મની બાદ ભારત ચોથો એવો દેશ બની ગયો છે જેની પાસે બુલેટપ્રૂફ જેકેટ્સ તૈયાર કરવા માટે હવે ખુદનું એક રાષ્ટ્રીય માનક છે. આ જેકેટ્સને હવે એવા માપદંડો પર તૈયાર કરવામાં આવ્યું રહ્યું છે જે અંતર્ગત જવાનોને 360 ડિગ્રી સુરક્ષા મળી શકે છે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત જેકેટ તૈયાર થયું

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત જેકેટ તૈયાર થયું

રામ વિલાસ પાસવાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ આ વાતને જાણી બહુ ખુશ છે કે બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટેન્ડર્સે એક એવું માપદંડ નક્કી કર્યું છે જે બુલેટપ્રૂફ જેકેટ્સના મામલે વિદેશી માપદંડથી સારું સાબિત થઈ રહ્યું છે. સાથે જ દેશ હવે આ મામલામાં નવી ઉંચાઈઓ આંબતો ચોથો દેશ બની ગયો છે. રામ વિલાસ પાસવાન તરફથી જણાવવામાં આવ્યું છે કે આ જેકેટ્સને મેક ઈન ઈન્ડિયા કેમ્પેન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે.

વર્ષ 2018માં આવ્યું નેશનલ સ્ટાન્ડર્ડ

વર્ષ 2018માં આવ્યું નેશનલ સ્ટાન્ડર્ડ

બીઆઈએસના ડેપ્યૂટી ડાયરેક્ટર રાજેશ બજાજે કહ્યું કે, મારું માનવું છે કે બુલેટપ્રૂફ જેકેટ્સ ન માત્ર બીઆઈએસના માપદંડ પર ભારતમાં તૈયાર થઈ રહી છે અને તે ખરીદવામાં આવી રહ્યાં છે બલકે હવે તેને 100થી વધુ દેશોમાં પણ વેચવામાં આવી રહ્યાં છે. ડિસેમ્બર 2018થી નેશનલ સ્ટેન્ડર્ડનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેની માંગ પાછલા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી. અગાઉ ભારતીય સેના અને અર્ધસૈનિક બળોની ક્વૉલિટીની બુલેટપ્રૂફ જેકેટ્સને સારી ક્વૉલિટીની જેકેટ્સ ખરીદવામાં કેટલાય પ્રકારની બાધાઓ પાર કરવી પડી હતી કેમ કે તેના પર કેટલાય પ્રકારના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા.

અહીં બની રહ્યાં છે બુલેટપ્રૂફ જેકેટ્સ

અહીં બની રહ્યાં છે બુલેટપ્રૂફ જેકેટ્સ

ભારતમાં બુલેટપ્રૂફ જેકેટ્સને તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તૈયાર કરવામાં આવે છે. આ જેકેટ્સને પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બંને જ ક્ષેત્રની કંપનીઓ મળીને તૈયાર કરી રહી છે. અત્યાર સુધીમાં આ કંપનીઓ તરફથી દેશના સુરક્ષાબળોને 1.86 લાખ બુલેટપ્રૂફ જેકેટ્સ સપ્લાય કરવામાં આવી ચૂક્યા છે.

POK: જનતા પર મોંઘવારીનો માર, પાક પીએમ સરકારી ખર્ચે જલસા કરે છેPOK: જનતા પર મોંઘવારીનો માર, પાક પીએમ સરકારી ખર્ચે જલસા કરે છે

English summary
india is supplying bulletproof jackets in more then 100 countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X