જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખઃ મુસલમાનો બહારથી નથી આવ્યા, આ દેશ જેટલો મોદી-ભાગવતનો, એટલો જ...
દિલ્લીમાં મુસ્લિમ સમુદાયના મોટા સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદનુ દિલ્લીમાં અધિવેશન ચાલી રહ્યુ છે. જેમાં તેના પ્રમુખ મહેમૂદ મદનીએ કહ્યુ કે ભારત જેટલો પીએમ નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતનો છે એટલો જ મહમૂદનો પણ છે.
જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મહમૂદ મદનીએ શુક્રવારે કહ્યુ કે ભારત જેટલો પીએમ નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતનો છે એટલો જ મહમૂદનો પણ છે. નવી દિલ્લીના રામલીલા મેદાનમાં 34માં સામાન્ય સત્રને સંબોધિત કરતી વખતે મદનીએ આ કહ્યુ. આ દરમિયાન તેમણે ભારતીય મુસલમાનોનો મુદ્દો ઉઠાવીને કહ્યુ કે ભારતમાં ઈસ્લામોફોબિયાના મામલા વધી રહ્યા છે, જેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જમીયત ઉલેમા-એ-હિંદ પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યુ કે ભારત મુસ્લિમોની પ્રથમ માતૃભૂમિ છે. ઇસ્લામ એ ધર્મ છે જે બહારથી આવ્યો છે એવુ કહેવુ પાયાવિહોણુ છે. તમામ ધર્મોમાં ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે અને હિન્દી ભાષી મુસ્લિમો માટે ભારત શ્રેષ્ઠ દેશ છે. આ કાર્યક્રમમાં મદનીએ ઇસ્લામોફોબિયા અને દ્વેષપૂર્ણ ભાષણમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીનાં કિસ્સાઓ ઉપરાંત હાલના સમયમાં આપણા દેશમાં ઇસ્લામોફોબિયામાં વધારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. તેમણે લઘુમતીઓ સામે હિંસા ભડકાવનારાઓ સામે સજાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે મુસ્લિમ સમુદાયના મોટા સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદનુ દિલ્લીમાં અધિવેશન ચાલી રહ્યુ છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય મુસ્લિમો વિરુદ્ધ વધી રહેલી હિંસા, નફરતભર્યા ભાષણ, સમાજમાં તેમની રજૂઆતનો મુદ્દો પણ આમાં સામે આવ્યો હતો. નોંધનીય છે કે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ પછી કર્ણાટક સહિત અન્ય ઘણા મોટા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી પહેલા જમીયત ઉલેમા-એ-હિંદનુ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં સૌથી મહત્વનો મુદ્દો યુનિફોર્મ સિવિલ કોડનો માનવામાં આવે છે. તેની માંગ ઘણા સમયથી વધી રહી છે. ઉત્તરાખંડ અને ગુજરાતની ચૂંટણીમાં પણ આ મામલો ગરમાયો હતો.












Click it and Unblock the Notifications
