For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત કોવિડના સ્થાનિક તબક્કામાં પ્રવેશ કરી શકે છેઃ WHO ચીફ સાયન્ટિસ્ટ

વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-19ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-19ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં નિમ્ન કે મધ્યમ સ્તરનુ સંચરણ ચાલી રહ્યુ છે. સ્થાનિક અવસ્થા ત્યારે હોય છે જ્યારે કોઈ વસ્તી વાયરસ સાથે રહેતા શીખે છે. આ મહામારીના તબક્કાથી ખૂબ અલગ છે જ્યારે વાયરસ કોઈ વસ્તી પર હાવી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે દેશના અમુક રાજ્યોમાં સતત સામે આવી રહેલા કોરોના કેસોના કારણે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

who

કોવેક્સીનને મંજૂરી આપવા પર તેમણે કહ્યુ કે તેમને પૂરો વિશ્વાસ છે કે ડબ્લ્યુએચઓના ટેકનિકલ સમૂહ કોવેક્સીનને તેના અધિકૃત રસીને મંજૂરી આપવા માટે સંતુષ્ટ હશે અને તે સપ્ટેમ્બરના મધ્ય સુધી થઈ શકે છે. સમાચાર વેબસાઈટ ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતના આકાર અને દેશના વિવિધ ભાગોમાં જનસંખ્યાની વિવિધતા અને ઈમ્યુનિટીને જોતા આ ઘણુ સંભવ છે કે આ પ્રકારની સ્થિતિ ચાલુ રહી શકે છે.

તેમણે કહ્યુ કે આપણે કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં નિમ્ન સ્તરનુ સંચરણ કે મધ્યમ સ્તરનુ સંચરણ ચાલી રહ્યુ છે પરંતુ અમે એ પ્રકાની ઘાતક વૃદ્ધિ અને પીક નથી જોઈ રહ્યા જે આપણે અમુક મહિના પહેલા જોઈ હતી. આ બહુ સંભવ છે કે દેશના વિવિધ ભાગોમાં ઉતાર-ચડાવ સાથે સ્થિતિ આવી જ જળવાઈ રહે, ખાસ કરીને જ્યાં અતિ સંવેદનશીલ વસ્તી વધુ છે, જે સમૂહો જે કદાચ પહેલી અને બીજી લહેરોથી ઓછા પ્રભાવિત હતા.

તેમણે કહ્યુ કે આશા છે કે 2022ના અંત સુધી આપણે એ સ્થિતિમાં હોઈશુ કે આપણે વેક્સીન કવરેજ મેળવી લીધી હશે. ત્યારબાદ દેશ ઘણી હદ સુધી સામાન્ય સ્થિતિમાં આવી જશે. બાળકોમાં કોવિડના પ્રસાર પર સ્વામીનાથને કહ્યુ કે માતાપિતાએ ગભરાવાની જરૂર નથી. બાળકોને સૌભાગ્યથી મોટાભાગે બહુ હળવી બિમારી હોય છે અને બહુ ઓછા બાળકો હોય છે જે વધુ બિમાર થઈ જાય છે. અમુક મોત થશે પરંતુ વયસ્ક વસ્તીની સરખામણીમાં બહુ જ ઓછા...પરંતુ તૈયારી કરવી વધુ સારી છે.

English summary
India may be entering endemic stage of coronavirus says WHO chief scientist Soumya Swaminathan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X