
અમેરિકા સાથે મળીને અંડરવર્લ્ડ ડોન દાઉદને પકડવાની તૈયારીમાં શિંદે
નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર: પહેલાં લશ્કરના આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાની અને ત્યારબાદ ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર યાસીન ભટકલ જેવા મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ બાદ હવે કેન્દ્ર સરકારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. આ બંને આતંકવાદીઓની ધરપકડ બાદ સરકાર અને સુરક્ષા એજન્સીનો ઉત્સાહ વધ્યો છે. એવામાં હવે સરકાર 1993 મુંબઇ હુમલા સહિતના કેટલીક આતંકી ઘટનાઓને અંજામ આપવામાં લુપ્ત દાઉદ ઇબ્રાહિમને સજા આપવા માંગે છે.
દાઉદ ઇબ્રાહીમની ધરપકડ બાદ ભારત લાવવા માટે સરકાર અમેરિકા પાસે મદદ લેવાનું મન બનાવી લીધુ છે. કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પોતે આ જાણકારી આપી હતી અને એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ભારત ઇચ્છે છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પકડવામાં અમેરિકા તેમની મદદ કરે. ભારત અને અમેરિકા મળીને એક સંયુક્ત ઓપરેશનના માધ્યમથી દાઉદ ઇબ્રાહીમને પકડી પાડશે.
બે મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓની ધરપકડથી ખુશ સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે અમે હમણાં જ આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો છે. યાસીન ભટકલ અને ટુંડા જેવા આતંકવાદીઓની ધરપકડ ઉપરાંઅ બોર્ડર પરથી કેટલાક શંકાસ્પદોને ઠાર માર્યા છે. અમેરિકન સુરક્ષા એજન્સી એફબીઆઇનો સંપર્ક કરી અમે દાઉદ ઇબ્રાહીમને પકડવા માંગીએ છીએ. આ માટે અને તેમનો સંપર્ક કરી રહ્યાં છીએ.
ભારત સરકારે તેના માટે અમેરિકન સરકાર સમક્ષ સંયુક્ત ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો છે. આટલું જ નહી તેના એટોર્ની જનરલની મોહર લાગી ચુકી છે. જો કે અમેરિકન સુરક્ષા એજન્સી એફબીઆઇએ પહેલાં જ દાઇદ ઇબ્રાહીમ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. એવામાં ભારત તેની મદદથી દાઉદ પર ગાળીયો કસવા માંગે છે.