For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"જ્યા પણ હિલચાલ દેખાય ત્યાં ગોળી ચલાવો..."UNSC બેઠકમાં ભારતે ચલાવ્યો પાકિસ્તાની આતંકીઓનો ઓડિયો

આજે પણ મુંબઈ 26/11ના આતંકી હુમલાને દેશ ભૂલ્યો નથી અને દેશ ક્યારેય ભુલી શકશે પણ નહી. આજે એટલે કે શુક્રવારે મુંબઈમાં શરૂ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મુંબઈમાં 26/11ના હુમલામ

|
Google Oneindia Gujarati News

આજે પણ મુંબઈ 26/11ના આતંકી હુમલાને દેશ ભૂલ્યો નથી અને દેશ ક્યારેય ભુલી શકશે પણ નહી. આજે એટલે કે શુક્રવારે મુંબઈમાં શરૂ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મુંબઈમાં 26/11ના હુમલામાં પાકિસ્તાની જોડાણના પુરાવા રજૂ કર્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બે દિવસીય આતંકવાદ વિરોધી બેઠકમાં ભાગ લેતા પહેલા 26/11ના મુંબઈ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

Mumbai Attack

આ બેઠકમાં ભારતે મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ ચલાવી હતી. આમાં પાકિસ્તાની આતંકવાદી અને 26/11ના કાવતરાખોર સાજિદ મીર મુંબઈના નરીમાન હાઉસમાં હાજર આતંકવાદીઓને કહી રહ્યો છે, જ્યાં તમે હિલચાલ દેખાય, કોઈ છત પર દેખાય, કોઈ આવી રહ્યું છે, તેના પર ગોળીબાર કરી દો. તેમને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે.

સાજિદ મીરને જવાબ આપતા ફોન પર અન્ય એક આતંકવાદી પણ આવું જ કરવાનું કહે આપે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં જ્યારે આ ક્લિપ ચલાવવામાં આવી ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ત્યાં હાજર હતા. આ સિવાય વિશ્વભરના વિવિધ દેશોના પ્રતિનિધિઓએ આ ઓડિયો ક્લિપ સાંભળી હતી.

ભારતે પાકિસ્તાનની નાપાક હરકતોનો ખુલાસો કરતા કહ્યું કે દુનિયાની આંખોમાં ધૂળ નાખવા માટે પાકિસ્તાને તેનો ડીએનએ ટેસ્ટ પણ દુનિયાને બતાવ્યો. થોડા સમય પછી ખબર પડી કે સાજિદ મીર જીવિત છે. બાદમાં આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણને કારણે પાકિસ્તાને તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટે સજા પણ ફટકારી હતી. પરંતુ સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયા હજુ અટવાયેલી છે.

English summary
India played audio in UNSC meeting of Pakistani terrorists, Who Attacked In Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X