For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન અને શ્રીલંકા કરતાં પણ વધારે ભ્રષ્ટ છે ભારત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવાના મુદ્દે ભારતની છબિમાં કોઇ સુધારો આવ્યો નથી. ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલના ભ્રષ્ટ્રાચાર ભ્રષ્ટાચાર પરસેપ્શન ઈન્ડેક્સમાં 176 દેશોમાં ભારતને 94 સ્થાને રાખવામાં આવ્યો છે.

ગત વર્ષે આ યાદીમાં ભારતનું 95મું સ્થાન હતું. આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ સંસ્થાએ કહ્યું હતું કે આ વર્ષે તેને સ્થિતીનું મૂલ્યાંકન એક સૂત્ર સાથે કરવાનું શરૂ કર્યું છે માટે આ વર્ષની તુલના ગત વર્ષ સાથે કરી શકાય. જો કે ગત વર્ષના 95મા સ્થાનની તુલના નવા સૂત્ર સાથે કરવામાં આવે તો તેનો મતલબ છે કે આ યાદીમાં સામાન્ય સુધારો આવ્યો હતો.

આ વર્ષે 0 (સૌથી ભ્રષ્ટ) થી 100 (એકદમ ઇમાનદાર) વાળા ધોરણ પર ભારતને 100માંથી 36 અંક મળ્યા છે જે સરેરાશ 10 અધ્યનોનું પરિણામ છે જેમાં વિશ્વ બેંકના દેશ પ્રદર્શન તેમજ સંસ્થાગત મૂલ્યાંકન તથા ગ્લોબલ ઇનસાઇટ કંટ્રી રિસ્ક રેટિંગ્સનો સમાવેશ છે.

corruption

વર્ષ 2007માં પ્રથમ વખત ભારતને 180 દેશોમાં 72મા સ્થાને રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ દેશના સ્થાનમાં ઘટાડો નોધાયો છે. વર્ષ 2010માં ભારત 87મા સ્થાને હતું જ્યારે 2011માં ભારત 95મા સ્થાને હતું. આ વર્ષે ભારત સ્થાન ચીન અને શ્રીલંકા કરતાં નીચે છે. જ્યારે સાર્વજનિક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારના મામલે અફઘાનિસ્તાન, ઇરાન, નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું પ્રદર્શન ભારત કરતાં ખરાબ છે.

ત્રણ દસકા સુધી ગૃહયુદ્ધ સહન કર્યા બાદ શ્રીલંકા સામાન્ય સ્થિતિ પર પરત ફરી રહ્યું છે. અને તે 79મા સ્થાને જ્યારે ચીન 80મા સ્થાને છે. ડેનમાર્ક 90 અંક સાથે ઉચ્ચે સાથે છે જ્યારે ત્યારબાદ ફિનલેંડ અને ન્યૂઝિલેંડનું સ્થાન છે. બંનેનું દેશોનું પ્રદર્શન આસપાસ છે. નિચલા સ્થાને રહેનાર દેશોમાં મ્યાનમાર, સૂદાન, અફઘાનિસ્તાન, સોમાલિયા અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.

English summary
India has been ranked 94th out of 176 countries in Transparency International’s 2012 Corruption Perception Index.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X