વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં ચીન બીજા ને ભારત આઠમાં ક્રમે

નવી દિલ્હી સ્થિત ફાઉન્ડેશન ફોર નેશનલ સિક્યુરિટી રિસર્ચ તરફથી કરવામાં આવેલા આ સર્વેમાં અધ્યયનમાં રાષ્ટ્રીય તાકાતનું અવલોકન ઉર્જા સુરક્ષા, આબાદી, ટેક્નલોજી ક્ષમતા જેવી યાદીઓને ધ્યાનમા રાખીને કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા પછી ચીન વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. જો કે, ચીનનીની વિદેશી મામલાઓની યોગ્યતા નવી દિલ્હી જેવી જ છે, પરંતુ સંપૂર્ણ તાકાતને ધ્યાનમાં રાખવામાં આવે તો બેઇજિંગથી આપણે ઘણા પાછળ છીએ.
એમા બે મત નથી કે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ચીનથી ઘણો આગળ છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ચીન, અમેરિકાની ઉર્જા સુરક્ષા, ટેક્નોલોજીની ક્ષમતા અને વિદેશી મામલાઓમાં ઘણું નીચે છે. એટલે સુધી કે આર્થિક અને સૈન્ય ક્ષેત્રમા પણ અમેરિકા, ચીન કરતા ઘણું આગળ છે. અધ્યયન અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં ચીન, અમેરિકા માટે મોટો ખતરો સાબિત થશે, પરંતુ તે કહેવું ઘણું વહેલું છે.
અધ્યયન અનુસાર ભારતની આર્થિક કાબેલિયતે તેને આઠમા ક્રમાંકે રાખવામાં આવ્યું છે, જ્યારે સૈન્ય ક્ષમતામાં તે સાતમા ક્રમાંકે છે, ટેક્નોલોજીની ક્ષમતાની સરખામણીએ ભારત ઘણું નીચે છે, તેમા તેને 17મુ સ્થાન આપવામાં આવ્યું છે અને ઉર્જા સુરક્ષાની યાદીમાં તેને 20મુ સ્થાન આપવામાં આવ્યું છે, ભારત પાસે વિદેશી મામલાઓમાં મહારત હોય પરંતુ એ યાદીમાં તે 11માં ક્રમાંકે છે.












Click it and Unblock the Notifications
